રાજકોટમાં રૂપિયાની લેતી-દેતીમાં યુવકને એક શખ્સે ઇંટ ઝીંકી દીધી

બીજા બનાવમાં યુવાન ઉપર છરી વડે હુમલો

શહેરમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણી કરનાર યુવાન ઉપર એક શખ્સે ઇંટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે રહેતા રાજુભાઇ માવી નામનો 43 વર્ષના યુવાને ઉછીના આપેલા રૂપિયા 100ની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા રાજુ કાઠીએ ઇંટ મારી દીધી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં કોઠારિયા ગામે રહેતા કરણ દિનેશભાઇ શીંગાળ (ઉ.વ.18) સાથે મહેશ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ