નવનિર્મિત સાંઢિયાપુલ નીચે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ બાળકોએ વિવિધ રમતો રમી જલસો કર્યો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટના મહેમાન બનશે. રાજકોટ-જામનગર રોડ પર રૂા. 74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયાપુલનું લોકાર્પણ કરશે. શુક્રવારે સાંજે યોજાયેલી હેપ્પી સ્ટ્રીટમાં બાળકોએ લીંબુ ચમચી, રસ્સા ખેંચ, પઝલ, એક્ટિવીટી, ગરબા રમી જલસો કર્યો હતો.
રાજકોટ શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂૂ.74.32 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ્ હસ્તે તા.13ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવનાર છે. આજે તા.12ને શુક્રવારના રોજ રાત્રે 9:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલ ખાતે ઇંફાાુ જિિંયયિં નું ખાસ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદભુત રોશની વચ્ચે પરિવારજનો અને મિત્રો સાથે આનંદની ક્ષણો માણી શકાય તે માટે ‘ઇંફાાુ જિિંયયિ‘ં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંઢિયા પુલ પર યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં નાગરિકો માટે મનોરંજન, રમતગમત પ્રવૃત્તિઓ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું કરવામાં આવશે. શહેરના વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને લોકો પોતાના પરિવાર સાથે ખુશીની પળો વિતાવી શકે અને જાહેર સ્થળોને સામૂહિક આનંદના કેન્દ્ર તરીકે અનુભવી શકે તેવા હેતુથી આ આયોજન કરાયું હતું.
