રાજકોટમાં મનપાના ઇજનેર સાથે 2.49 કરોડની છેતરપીંડી આચરનાર મહીલા ઝડપાઇ: પતિની શોધખોળ

દંપતીએ જમીન દલાલીના નામે લોન લઇ દાગીના ગીરવે મુકી રકમ ખાતામાં ટ્રાન્સફર કરાવી તી

શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હનુમાનમઢી પાસે નિરંજન સોસાયટીમાં રહેતા આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દીપા રાજેશ મારુંનું નામ આપ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર કરણરાજસિંહ ઝાલા અને તેમના પત્ની કૃપાબા જે આત્મીય સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાં તેમની ઓળખ દીપાબેન સાથે થઈ હતી, જે બાદ બંને પરિવારો વચ્ચે ઘરોબો વધ્યો હતો. શરૂૂઆતમાં આરોપીઓએ રૂૂ. 20 હજાર ઉછીના લઈને સમયસર પરત આપતા ફરિયાદીનો વિશ્ર્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બહાનાંસર મોટી રકમોની માંગણી શરૂૂ કરી હતી. 110 કરોડની જમીનનો સોદોમાં રોકાણ કરવા સમજાવ્યા આરોપીઓએ અવધ વિસ્તારમાં આવેલી આશરે રૂૂ. 110 કરોડ કિંમતની જમીનનો સોદો થવાનો હોવાનું જણાવી તેમાં રોકાણ કરવા સમજાવ્યા હતા. જમીન વેચાણ બાદ મળનારી દલાલીની રકમમાં ભાગ આપવાની લાલચ પણ આપી હતી. વિશ્ર્વાસ વધારવા માટે જમીન બતાવવી, વિવિધ વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરાવવી તેમજ બેંકની ખોટી સ્લિપ મોકલવા જેવા હથકંડા અપનાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કરણરાજસિંહ ઝાલા અને તેમના પત્ની કૃપાબાએ વિશ્ર્વાસમાં આવી ગયા હતા. અને આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દીપાના કહેવાથી તેમણે પોતાની બચત ઉપરાંત સંબંધીઓ અને મિત્રોથી ઉછીના રૂૂપિયા લીધા, બેંક લોન લીધી, ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી તેમજ સોનાના દાગીના ગીરવે મૂકી અને વેચીને કુલ રૂૂ.2,49,70,101 વિવિધ ખાતાઓ અને વ્યક્તિઓને ટ્રાન્સફર કર્યા હતા.
આશિષ જમીન માલિક કિશોર કોટેચા અને આંગડિયાવાળા દેવાંગભાઈ અને મુંબઈના ’દફતરી સાહેબ’ના નામે કોન પર વાત કરાવતો હતો, તેવા કોઈ વ્યક્તિ હતા જ નહીં આશિષે એક સિમકાર્ડ લીધું હતું અને પોતાના મિત્ર ડેરલ યાર્ડલીના નામે રજિસ્ટર્ડ સિમકાર્ડનો ઉપયોગ કરી. પોતે જ અલગ-અલગ નકલી નામ ધારણ કરીને બદલાયેલા અવાજે કારણસિંહ સાથે વાત કરતો હતો.
દંપતીએ જમીનના માલિક, ખરીદદાર અને અન્ય મધ્યસ્થી તરીકે ઓળખાવવામાં આવેલા કેટલાક નામો અને ઓળખ ખોટી હતી. મોબાઇલ નંબરો પણ આરોપીઓ અથવા તેમના ઓળખીતાઓના નામે નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ખોટી ઓળખ ધારણ કરીને જમીન માલિક, ખરીદદાર અને દલાલ તરીકે વાતચીત કરી સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ છે.
છેતરપિંડી, વિશ્ર્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ આ મામલે કરણરાજસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે આશિષ દેથરીયા, દીપાબેન દેથરીયા તથા તપાસ દરમિયાન સંડોવણી ખુલશે તેવા અન્ય શખ્સો સામે છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી દીપાની ધરપકડ કરી છ

રિલેટેડ ન્યૂઝ