લોકમેળો સપ્ટેમ્બરમાં પણ તૈયારી અત્યારથી જ શરૂ પ્રથમવાર 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનશે


માઈક્રો પ્લાનીંગ અને મોનિટરીંગ માટે 20 સમિતિની રચના

રાજકોટની આગવી ઓળખ સમાન અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં લોકોને આકર્ષતા સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. આગામી તારીખ 2 સપ્ટેમ્બર થી લઈને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય અને જન-મનોરંજનના મહાઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળાને સુવ્યવસ્થિત, સલામત અને યાદગાર બનાવવા માટે આજરોજ માનનીય જિલ્લા કલેક્ટર અને લોકમેળા સમિતિના અધ્યક્ષશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી વિભાગોની એક હાઈલેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાથે જ મેળાના ભવ્ય આયોજન માટે વહીવટી તંત્રનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. આજની કલેક્ટર કચેરી ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લોકમેળાના વિશાળ કદ અને લાખોની જનમેદનીના વ્યવસ્થાપનને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. લોકમેળા સમિતિ દ્વારા કુલ 20 જેટલી વિશેષ સમિતિઓની રચના કરવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ સમિતિઓ પર સીધી દેખરેખ કલેક્ટરની અધ્યક્ષતાવાળી ’સંકલન સમિતિ’ રાખશે. રચવામાં આવેલી મુખ્ય 20 સમિતિઓ નીચે મુજબ છે: 1. સંકલન સમિતિ(સમગ્ર વહીવટ પર સર્વોચ્ચ નિયંત્રણ,અમલીકરણ સમિતિ 3. બાંધકામ સમિતિ (મેદાન તૈયાર કરવા અને પ્લોટિંગ માટે)4. બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલ સમિતિ 5. સાંસ્કૃતિક સમિતિ 6. મુખ્ય કાર્યક્રમ સંચાલન સમિતિ 7. સ્થાયી (ફિક્સ્ડ) સમિતિ 8. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ સમિતિ (ખાણી-પીણીની ગુણવત્તા માટે)9. યાંત્રિક રાઈડ્સ તપાસ સમિતિ (રોલર કોસ્ટર-ચગડોળની સલામતી માટે) 10. સ્ટોલ ફાળવણી અને હરાજી સમિતિ 11. દબાણ હટાવ સમિતિ 12. આરોગ્ય અને મેડિકલ સેવા સમિતિ 13. સફાઈ અને પર્યાવરણ સમિતિ 14. કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા સમિતિ 15. ટ્રાફિક મેનેજમેન્ટ સમિતિ 16. મુખ્ય સેન્ટ્રલ કંટ્રોલ રૂૂમ સમિતિ 17. વીજ પુરવઠા અને લાઇટિંગ સમિતિ 18. પાણી પુરવઠા વ્યવસ્થાપન સમિતિ 19. પ્રચાર-પ્રસાર અને પબ્લિસિટી સમિતિ 20. આકસ્મિક આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર) સમિતિ કલેક્ટરે બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તમામ 20 સમિતિઓએ પોતાના ફાળે આવેલી કામગીરીનો એક્શન પ્લાન 20જૂન સુધીમાં તૈયાર કરી લેવો. આ બેઠકમાં પોલીસ કમિશનર કચેરીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકા (કોર્પોરેશન) ના નાયબ કમિશનરશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરો, પીજીવીસીએલના અધિકારીઓ, ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા. મેળાના ગ્રાઉન્ડના પ્લોટિંગ અને સિક્યોરિટી લે- આઉટ તૈયાર કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

રાઈડ્સની SOPનું 100 ટકા પાલન કરવું ફરજિયાત
બીજી તરફ, ગત વર્ષોમાં રાઈડ્સ અને ચગડોળ સંચાલકો તેમજ ટિકિટના દરો બાબતે જે મોટા વિવાદો અને અકસ્માતોની ભીતિ સર્જાઈ હતી, તેને રોકવા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ વખતે તમામ રાઈડ્સ સંચાલકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન્સનું પાલન કરવું 100% ફરજિયાત રહેશે.વહેલી હરાજી અને ફિટનેસ ચેકિંગ: પ્લોટની ફાળવણી અને હરાજીની પ્રક્રિયા ગત વર્ષની સરખામણીએ ઘણી વહેલી પૂર્ણ કરવામાં આવશે, જેથી સંચાલકોને તૈયારીનો પૂરતો સમય મળે. મિકેનિકલ અને ઓથોરાઈઝ્ડ ઈજનેરો દ્વારા દરેક રાઈડનું કડક ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ, મેળો શરૂૂ થવાના 24 કલાક પહેલાં જ આખરી મંજૂરી અપાશે. સર્ટિફિકેટ વિના એક પણ ચગડોળ ચલાવવા દેવામાં આવશે નહીં.

રિલેટેડ ન્યૂઝ