આગામી ત્રણ દિવસ ત્રણેય ઝોનમાં શિબિર યોજાશે : લાભાર્થીઓને સ્થળ પર 16 યોજનાનો લાભ મળશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા એક સંયુક્ત યાદીમાં
જણાવે છે કે, રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત2047નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.16-06- 2026, મંગળવારના રોજ સવારે 10:00 કલાકે, વેસ્ટ ઝોનમાં કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, આકાશવાણી ચોક, એસ. એન.કે. સ્કૂલનું સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લના વરદ હસ્તે કરવામાં આવશે. આ જન કલ્યાણ શિબિરમાં સાંસદઓ પરસોત્તમભાઈ રૂૂપાલા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્યઓ ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશ્ર્નર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સ્થાનિક કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ત્રણ દિવસ ત્રણેય ઝોનમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં, તા.16- 06 2026ના રોજ વેસ્ટ ઝોનમાં કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, આકાશવાણી ચોક ખાતે, તા.17- 06-2026ના રોજ ઈસ્ટ ઝોનમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે અને તા.18-06-2026ના રોજ સેન્ટ્રલ ઝોનમાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડ ખાતેસામે સવારના 10:00 કલાક થી સાંજના 05:00 કલાક સુધી જન કલ્યાણ શિબિર યોજવામાં આવનાર છે. જનકલ્યાણ શિબિરમાં આધાર નોંધણી (18 વર્ષથી વધુ વયજૂથ) આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન અને સુધારા, બાળકોના આધાર કાર્ડ આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન વય વંદના યોજના નમોશ્રી યોજના હેલ્થવેલનેસકાર્ડ (ડાયાબીટીસ અને બી.પી.ની ચકાસણી ઙખ જટઅગશમવશ યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના), આવકનો દાખલો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દીવ્યાંગોને આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂૂપા વિધવા સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન યોજનાઓનો લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ જન કલ્યાણ શિબિરનો શહેરીજનો બહોળા પ્રમાણમાં લાભ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાદ્વારા અનુરોધ કરવામાં આવે છે.
