રાજકોટની રૈયા ચોકડી પાસે વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં ફૂડ શાખા ત્રાટકી
મનપાના પદાધિકારીઓએ ફૂટ શાખાને ચાબુક ફટકારતા ખાણી-પીણીના ધંધાર્થીઓ ઉપર તંત્ર તૂટી પડ્યુ
રાજકોટમાં ખાદ્યજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા માટે મનપાની ફૂડ શાખાને વર્ષ આખુ દોડતી રાખવા માટે ગઇકાલે જ મેયર ડો.નેહલ શુક્લ, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, નેતા ડો.હિરેનભાઇ ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓએ આરોગ્ય(ફૂડ) શાખાના અધિકારીઓને ચાબુક મારતા જ સમગ્ર શહેરમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યા ચેકિંગની ધોંસ બોલાવવાનું ચાલુ થયુ છે. ત્રણેય ઝોનમાં થઇને 93 સ્થળે દરોડા પાડવામા આવ્યા હતા. એ દરમિયન રૈયા ચોકડી નજીક વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં આવેલા મોંઘાદાટ બાલાજી થાળ રેસ્ટોરેન્ટમાં લોટમાંથી ધનેડા ખદબદતા હોવાનું પકડાયુ હતુ. એટલુ જ નહીં ફ્રીજમાં સંગ્રહ કરી રખાયેલી વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો પણ મળી આવ્યો હતો. બાલાજી થાળના સંચાલકને રૂ.10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.
ગઇકાલે મેયર નેહલ શુકલના અધ્યેક્ષસ્થા ને મળેલ બેઠકમાં શહેરના ભેળસેળ કરતા વેપારીઓ ઉપર તુટી પડવા ફુડ શાખાને મેયર તથા મ્યુબ.કમિશનરે આદેશ આપ્યોા હતો. જે અનુસંધાને દરોડાના દોર ચાલુ કરવામાં આવ્યો છે. આજે સતત બીજા દિવસે ત્રણેય સ્થળે ચેકીંગ ટુકડીઓ ત્રાટકી હતી. શહેરના વિવિધ વિસ્તોરોમાં આવેલી 93 પેઢી, રેસ્ટોપરન્ટો અને હોકર્સ ઝોનની તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 246 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થારનો નાશ કરવામાં આવ્યોા હતો. જેમા રૈયા ચોકડી નજીક વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં આવેલા બાલાજી થાળ રેસ્ટોરેન્ટમાંથી ઘંઉ અને મેંદાના લોટમાં ધનેડા ખદબદતા હોવાનું જોવા મળ્યુ હતુ. દરમિયાન કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 50 ફૂટ રોડ, જુનો મોરબી રોડ, રામકળષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઈન રોડ, કિસાનપરા ચોક તેમજ વિવિધ હોકર્સ ઝોનમાં ચેકિંગ દરમિયાન સ્ટો રેજ અને હાઈજેનિક કન્ડિુશન બાબતે 28 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત રૂ. 31,300ની પેનલ્ટીબ પણ વસૂલવામાં આવી હતી.
ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાયન્ડપર્ડ એક્ટ.-2006 હેઠળ વધુ તપાસ માટે કુલ 10 ખાદ્ય નમૂનાઓ પણ લીધા હતા. જેમાં આઈસ ગોલાના વિવિધ ફ્લેવરના સિરપ, ઘી, મરચાં પાવડર, રાજભોગ મઠ્ઠો, પનીર તંદૂરી સેન્ડોવિચ, વેજ ચીઝ સેન્ડ1વિચ સ્ટળફિંગ અને થાબડી જેવી ખાદ્ય વસ્તુીઓના નમૂનાઓનો સમાવેશ થાય છે. આ નમૂનાઓના રિપોર્ટ બાદ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્યન વિભાગે જણાવ્યું છે.
આટલી જગ્યાએથી લેવાયા નમુના
ભુમી આઝાદ હિન્દમ ગોલા (અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂ લ સામે, અંબિકા ટાઉનશિપ ખાતે) કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ) તથા આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ) ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ) તથા આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ)
પટેલ ગોલા, (ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂ લ સામે, અંબિકા ટાઉનશિપ) ખાતેથી અલગ અલગ શિરપ
જય બાલાજી ફૂડ પ્રોડક્ટફસ, “ગાયત્રી કૃપા ગાંધી ગ્રામ, શેરી નં. 6-બી, નાણાવટી સર્કલ પાસે, વાસ્તુડ ઘી (ળફમય રજ્ઞિળ ભજ્ઞૂ’ત ળશહસ)
4નાણાવટી ચોક સર્કલ પાસે આવેલા ગાંધીગ્રામ શેરી નં.6માં જય બાલાજી ફૂડ પ્રોડક્ટસમાંથી વાસ્તુ બ્રન્ડ ઘી
સ્વાસમી’ઝ રેસ્ટોરરન્ટ કેટરર્સ, (સન સિટીની સામે સાધુવાસવાણી રોડ, ખાતેથી મરચાં પાવડર (લૂઝ)
ગોકુલ ડેરીફાર્મ(કાલાવડ રોડ, ક્રિસ્ટધલ મોલ ની સામે)થી રાજભોગ મઠ્ઠો
મારુતિ સ્નેમક્સડ, (ટુ સ્લાઈસ, રે.સ. નં. 475, ધ સિટી સેન્ટ ર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. 29, રૈયા રોડ) ખાતેથી પનીર તંદૂરી સેન્ડોવિચ (પ્રીપેર્ડ લૂઝ) તથા વેજ ચીઝ સેન્ડાવિચ સ્ટ્ફિંગ (પ્રીપેર્ડ લૂઝ)
શ્રી રાઘવેન્દ્રટ સ્વી(ટ્સન, રવિરાજ કોમ્લેચિ ક્સં-2, નાના માવા રોડ ખાતેથી થાબડી (સ્વીટસ લૂઝ)ના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
માધાપર ચોકડી પાસે મારવેલ માર્કેટિંગ પેઢીમાં નામ-નેઠા, તારીખ વગરના ગુલાબજાંબુના પેકેટ મળ્યા
શહેરના જામનગર રોડ પર માધાપર ઇન્ડ્સ્ટ્રીચયલ એરિયામાં આવેલી ‘મારવેલ માર્કેટિંગ’ પેઢીની ચેકીંગ કરવામા આવ્યુ હતુ. એ દરમિયાન કંપની પેક્ડવ ગુલાબજાંબુના પેકેટ મળી આવ્યા હતા. જેના પર ઉત્પાાદન તારીખ અને એક્સીપાયરી તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું સામે આવ્યુંન હતું. પેઢીના સંચાલકે 13 કિલોગ્રામ જથ્થોા અખાદ્ય હોવાનું સ્વીટકારતા સમગ્ર જથ્થા નો સ્થાળ પર જ નાશ કરવામાં આવ્યોી હતો.
