ખાસ સિસ્ટમ અને સુરક્ષા પ્રોટોકોલ, કેન્દ્રમાંથી ટીમ આવશે
રાજકોટ શહેરમાં આગામી સમયમાં યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ 12 સેન્ટરો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 5330 વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વની ગણાતી પરીક્ષા આપશે. પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂૂપે આજે બપોરે 3:00 કલાકે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠક જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને એડિશનલ કલેક્ટર બારોટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં પરીક્ષાના સુચારૂૂ સંચાલન માટે તમામ સંબંધિત અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામા આવેલ. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ 12 પરીક્ષા સેન્ટરો પરથી સીધું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે, જેથી કલેક્ટર કચેરી ખાતેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. દરેક સેન્ટર પર ઉજખ અધિકારીઓ અને નોડલ અધિકારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર અધિકારીઓની ખાસ ટીમ પણ નિરીક્ષણ માટે આવશે. પરીક્ષા કેન્દ્રો પર ખાસ ’ સિસ્ટમ અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્ર્કેલી ન પડે તે માટે પાણી, પ્રકાશ અને બેઠક વ્યવસ્થાની ચકાસણી માટે નોડલ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની ગરિમા જળવાય તે રીતે તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરી લેવી.
