સ્વ.વિજયભાઈ રૂપાણીને પૂણ્યતિથિએ શ્રધ્ધાજંલી પાઠવતા રાજુભાઈ ધુ્રવ

તેમની યાદો સંસ્મરણ નથી, પરંતુ રાષ્ટ્ર સેવાના માર્ગે ચાલવાની અવિરત પ્રેરણા

કેટલીક વિદાય એવી વસમી હોય છે કે સમયના વહેણ સાથે પણ તેનું દુ:ખ ઓસરતું નથી. આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણીની વિદાયનો ઘા હજુ પણ ગુજરાતની જનતા, ભાજપના કાર્યકર્તાઓ અને ખાસ કરીને રાજકોટવાસીઓના હૃદયમાં તાજો છે. સદાય હસતા ચહેરા સાથેની આત્મીયતા, તેમની સરળતા,સાદગી અને સૌને સાથે રાખીને ચાલવાની નિરાભિમાની કાર્યશૈલી અને નિ:સ્વાર્થ જનસેવાની ભાવના આજે પણ દરેકને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. પદ અને પ્રતિષ્ઠાથી પર રહીને સામાન્ય માણસના સુખ-દુ:ખમાં ભાગીદાર બનનાર એવા લોકલાડીલા નેતા સ્વ. વિજયભાઇ રૂૂપાણીની સ્મૃતિ આજે પ્રથમ પુણ્યતિથિએ દરેક આંખને ભીની અને દરેક હૃદયને ભાવવિભોર કરી રહી છે. તેમની યાદો માત્ર સંસ્મરણ નથી, પરંતુ સમાજસેવા અને રાષ્ટ્રસેવાના માર્ગે ચાલવાની અવિરત પ્રેરણા છે. ગુજરાત ભાજપ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ ,પૂર્વ મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ મોભી, રાષ્ટ્ર સેવાને સમર્પિત લોકસેવક અને વિચારધારા ને વરેલ જમીન સાથે જોડાયેલ આજીવન કાર્યકર્તા તેમજ રાજકોટની જનતાના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન મેળવનાર લોકપ્રિય નેતા સ્વર્ગીય વિજયભાઈ રૂૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, બરાબર એક વર્ષ અગાઉ થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં સ્વ. વિજયભાઈ રૂૂપાણી સહિત અનેક લોકોએ પોતાના અમૂલ્ય પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટના માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે અત્યંત કરુણ અને આઘાતજનક હતી. ધ્રુવે જણાવ્યું છે કે આજે તેમની પ્રથમ પુણ્યતિથિએ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટની જનતા ભારે મન થી દુ:ખી હૃદયે તેમને યાદ કરી રહી છે. ઈશ્ર્વર તમામ દિવંગત આત્માઓને ચિરશાંતિ અને સદગતિ અર્પે તેવી પ્રાર્થના સાથે તેમને નમન કરૂૂ છું.

રિલેટેડ ન્યૂઝ