રિસામણે આવેલી પત્નીએ અરજી કરતા શ્રીનાથગઢનો યુવક સમાધાન માટે આવ્યો તો
શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં શ્રીનાથગઢના યુવાને ઝેર ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી. પત્નીએ રાજકોટ રિસામણે આવી તેના વિરૂધ્ધ અરજી રી હોય જેથી પતિએ ભક્તિનગર પોલીસ મથકમાં આવી પત્ની સાથે સમાધાન કરાવવાનુ કહી પોલીસ સ્ટેશનમાં આ પગલુ ભરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામે રહેતા હરેશ મનસુખભાઇ સોલંકી (ઉ.વ.35)નામના યુવાને આજે સવારે રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પી લેતા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હરેશ બે ભાઇ ચાર બહેનમાં વચેટ અને તેને સંતામાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. હરેશે તેની પત્ની કાજલના રૂા.80 હજાર લઇ લીધા હોય અને જેઓ પૈસા માંગતા હોય તેમને ચૂકવી દીધા હોય. જે બાબતે ઝઘડો થતા પત્ની રાજકોટ માવતરે રિસામણે આવી ગઇ હતી અને પત્નીએ મહિલા પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ અરજી કરી હોય જેથી હરેશ આજે રાજકોટ ભક્તિનગર પોલીસ મથક ખાતે પત્ની સાથે સમાધાન કરાવી આપવા ગયો હતો અને ત્યા જ ઝેર ગટગટાવી લીધુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
