રાજકોટમાં વ્યાજના થરૂ બેલગામ : મહિલા વ્યાજખોરના ત્રાસથી મનપાના નિવૃત કર્મીએ વખ ધોવ્યું

4 વર્ષ પહેલા વ્યાજે લીધેલા 80 હજારનું વ્યાજ ચૂકવવા છતા દોઢ લાખની માંગણી કર્યાનો આરોપ

શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી. શહેરમાં અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કે આપઘાતના પ્રયાસ કરતા હોવાના બનાવો સામે આવે છે. ત્યારે વધુ એક બનાવમાં મહિલા વ્યાજખોરના ત્રાસથી મનપાના નિવૃત્ત કર્મચારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વ્યાજખોર મહિલા સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા મોહનભાઇ કરશનભાઇ વાઘેલા (ઉ.વ.67) નામના વૃધ્ધે આજે વહેલી સવારે પોતાના ઘરે ઘંઉમા નાખવાનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરી લેતે તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વૃધ્ધનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર મોહનભાઇ બેભાઇ બે બહેનમાં મોટા અને આરએમસીના નિવૃત્ત કર્મચારી છે. તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. તેમણે ચાર વર્ષ પહેલા નાણાની જરૂરીયાત ઉભી થતા હિનાબેન નામની મહિલા પાસેથી રૂા.80 હજાર 10થી 15% વ્યાજે લીધા હતા.
જેનુ તેઓ નિયમીત વ્યાજ ચૂકવતા હોવા છતા વ્યાજખોર મહિલાએ એક લાખ કરી નાખ્યા હતા. બાદ હવે તેઓ દોઢ લાખ ચૂકવવા પડશે તેમ કહેતી હોય. અગાઉ બે વાર તેઓએ 50-50 હજાર અને બાદમાં 45 હજાર આપ્યા હોવા છતા હજૂ દોઢ લાખની ઉઘરાણી કરી ધમકી આપતી હોય જેથી કંટાળી તેઓએ આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ