મોહરમ-ચોમાસા પૂર્વ કામગીરી કરવા રજૂઆત
ઉપલેટા મોહરમનો તહેવાર અને ચોમાસું ખૂબ જ નજીક હોવાને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા ધોરાજી દરવાજા પાસે નદીની રાંગ ઉપર લોખંડની જાળી તથા મુસ્લિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાંચ જેટલી ખુલ્લી કુંડીઓના ઢાંકણા નાખવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે.
આ અંગે પૂર્વ સદસ્ય 2જાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈ તથા વોર્ડ નંબર 9ના મહિલા સદસ્યો રેશ્માબેન હીંગોરા અને રીઝવાનાબેન ખાંટે નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ જઈને પ્રમુખ વર્ષાબેન ગજેરાને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જીકરીયા ચોકથી સ્ટાર પાન સુધીના વિસ્તારમાં આવેલી પાંચ જેટલી ખુલ્લી કુંડીઓના ઢાંકણા તાત્કાલિક નાખવાની
માગણી કરી હતી. મોહરમના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે અને ચોમાસામાં ખુલ્લી કુંડીઓ જોખમરૂપ બની શકે છે. આ બાબત ધ્યાને લઈ ત્રણેય આગેવાનોએ તાકીદે કામગીરી કરવા રજૂઆત કરી હતી. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ આ માગણીને તાત્કાલિક મંજૂર કરી કામ શરૂ કરવા હુકમ કર્યો હતો. પ્રમુખના આ નિર્ણયને આવકારતા પૂર્વ સદસ્ય રજાકભાઈ હિંગોરા, રેશ્માબેન હીંગોરા અને રીઝવાનાબેન ખાંટે વર્ષાબેન ગજેરાનો આભાર માન્યો હતો. તસવીર કૃષ્ણકાંત ચોટાઈ
