ફરિયાદના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસ તપાસનો ધમધમાટ
યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પિટલ પાસે સરકારી ક્વાર્ટર કોલોનીમાં રહેતાં સેન્ટ્રલ ગર્વમેન્ટના કર્મચારી યોગેશભાઈ બાબુરાવ કંધારકર (ઉ.વ.37) અને તેના પાડોશી અખિલેન્દ્ર જયસીંધના ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરો રૂૂા. 2.85 લાખની મત્તા ચોરી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યોગેશભાઈએ પોલીસને જણાવ્યું કે ગઈ તા.13નાં તે પરિવાર સાથે તેના વતન મહારાષ્ટ્રના વાસીમ જીલ્લાનાં સાવર ગામે જવા રવાના થયા હતા. બે દિવસ બાદ તા.15નાં તેના ઓફિસના સિનિયર નિલકંઠભાઈએ ફોન કરી ચોરી થયાની જાણ કરતાં તે પોતાના ક્વાર્ટરે આવ્યા હતા. ત્યાં ક્વાર્ટરનું તાળું તૂટેલી હાલતમાં હતું. અંદર તપાસ કરતાં સોનાનું મંગળસૂત્ર, કાનની બુટી, વીંટી અને ચાંદીની પાયલ મળી રૂૂા. 2.25 લાખની મત્તા જોવા મળી ન હતી.
આવી જ રીતે ક્વાર્ટર નં.20માં અખિલેન્દ્ર જયસિંઘે તેને વાત કરી હતી કે તેના ઘરમાંથી પણ તસ્કરો સોનાની રિંગ અને ચાંદીની પાયલ તેમજ રૂૂા. 25 હજારની રોકડ ચોરી થયાની વાત કરતાં આમ તસ્કરો બંને ક્વાર્ટરમાંથી રૂૂા. 2.85 લાખની મત્તા ચોરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
