ગોંડલ સંપ્રદાય ના શાસનચંદ્રિકા તીર્થસ્વરૂૂપ ગુરુણી હીરાબાઈ મ.સા. ના સુશિષ્યા તત્વચિંતક જ્યોતિબાઈ મ.સા. ના આજ્ઞાનુપર્તી ઉત્સારી ડો. સોનલબાઈ મ.સા. ની પુણ્યતિથિ ના ઉપલક્ષ તા.14/6/2026 રવિવાર ના રોજ રેસકોર્સ પાર્ક સ્થા. જૈન સંધમા રાયઇ પ્રતિકમણ નુ આયોજન રાખેલ હતુ તેમાં શ્રાવક – શ્રાવિકા તથા જૈનશાળા ના બાળકોએ મોટી સંખ્યામા લાભ લીધેલ હતો રાયઇ પ્રતિકમણ ત્યાર બાદ ભક્તામરની પ્રાર્થના-જાપ- વ્યાખ્યાન અને ત્યારબાદ નવકારશી રાખવામાં આવેલ હતી. સ્વ: હર્ષિતાબેન જીતેન્દ્રભાઈ દેસાઈ પરિવાર તરફથી સંઘ ને ફ્લેટ આપવામાં આવેલ છે જેનો અર્પણ વિધિ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમા સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, દિલીપભાઈ શેઠ, અલ્કાબેન શેઠ, કમલેશભાઇ મોદી, વિરેન્દ્રભાઈ સંઘવી, રાજુભાઇ બાવીશી બેલાવિસ્ટા પરિવાર, હીનાબેન સંઘવી મહીલા મંડળ ના તમામ બહેનો ટ્રસ્ટી મંડળ સહિત અનેક ભાવુકો હાજર રહેલા હતા. નવકારશી નું આયોજન કરવામાં આવેલ હતુ જેના દાતા વિજયાબેન શેઠ હ. અલ્કાબેન શેઠ તથા મુંબઈના બાટવીયા પરિવાર હતા. રૂૂા. 100/ – ની પ્રભાવના વિવિધ દાતાઓ તરફથી કરવામાં આવેલ હતી. સંધ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ એ આ તકે ભારતીબાઈ સ્વામી નું ઋણ સ્વીકારીને આભાર માનેલ હતો. વીરેન્દ્રભાઈ સંઘવી અને કમલેશ મોદીએ આભાર વ્યક્ત કરેલ હતો. પૂ. ભારતીબાઈ મહાસતીજી અને પૂ. રત્નજ્યોત મહાસતીજીએ પ્રાસગિંક પ્રવચનો સાથે દાતાને ધન્યવાદ પાઠવેલ હતા. આ યાદગાર પ્રસંગે બહેનોની કારોબારી સમિતિ બનાવવામાં આવેલ. સંધની વ્યવસ્થા માટે કમલેશભાઇ મોદી અને ટ્રસ્ટી મંડળની આગેવાની હેઠળ કારોબારી કમિટી ની રચના કરવામાં આવેલ જેમાં મિલન મહેતા, ધર્મેશ શેઠ, મોહિત બાટવીયા, પાર્થ સંધવી, શુભમ દોશી, ચેતન શેઠ બેલાવિસ્ટા ના નિલેશભાઈ સહિત બધાનો સમાવેશ કરવામાં આવેલ હતો. દિલીપભાઈ શેઠ ની પ્રેરણાથી સંધ ને ફ્લેટ દેસાઇ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતો. સ્વામી આગમી દિવસોમાં આ વીકમાં શેઠ ઉપાશ્રય પધારવાના ભાવ રાખેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં લવ જેહાદની વધુ એક ઘટના : વિધર્મીના ત્રાસથી પરિણીતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
દુષ્કર્મ આચરી ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી, ધર્મ પરિવર્તન કરાવવા બ્લેકમેલિંગ કરતો હોવાનો આરોપ ગુજરાતમાં... -
રાજકોટમાં 432 બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો
1.16 લાખનો દારૂ અને કાર મળી 6.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ નાના મવા મેઇન રોડ... -
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલા વૃધ્ધાને ગઠિયાનો ભેટો : પર્સની ઉઠાંતરી
વૃધ્ધા રિક્ષામાં પર્સ મુકી લઘુશંકા કરવા જતાં ચાલક જાણી ગયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ...
