પૈસાની લાલચ આપી નદી કાંઠે બોલાવી માથામાં પથ્થરના ઘા માર્યા: સારવારમા ખસેડાયો: બંનેની ધરપકડ
ગોંડલ તાલુકાના ડૈયા ગામે હત્યાના પ્રયાસનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો છે.પત્ની અને પ્રેમી ને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (કઈઇ) એ જડપી લઇ તપાસ નાં ચક્રોગતિમાન કર્યા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 17 જૂન 2026ના રોજ તાલુકાના ડૈયા ગામની સીમમાં ઇદગાહ તરફ જતા રસ્તા પાસે નદી કાંઠે જુનેદ ઇબ્રાહીમભાઈ કબીર (ઉ.વ. 33, રહે. ગોંડલ) લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ યાશીનભાઈ ઇબ્રાહીમભાઈ કબીરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 109, 118(2) તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બનાવ નાં પગલે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ) અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (ઈંઙજ)ના માર્ગદર્શન હેઠળ કઈઇ રાજકોટ ગ્રામ્યની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને ઈઈઝટ ફૂટેજના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ઇજાગ્રસ્ત જુનેદની પત્ની નામીયા અને પાડોશમાં રહેતા આશીફભાઈ સતારભાઈ ડેલા વચ્ચે પ્રેમસંબંધ હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે જુનેદ પત્નીને વારંવાર ત્રાસ આપતો અને મારઝૂડ કરતો હોવાથી બંને કંટાળી ગયા હતા. ત્યારબાદ આશીફ અને નામીયાએ મળીને જુનેદને રસ્તામાંથી દૂર કરવા કાવતરું રચ્યું હતું. પૈસાની લાલચ આપી ડૈયા ગામે લઈ જઈ હુમલો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશીફે જુનેદને વધુ પૈસા કમાવવાની લાલચ આપી રાત્રિના સમયે ડૈયા ગામની સીમમાં ઇદગાહ પાસે નદી કાંઠે બોલાવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ આશીફે જુનેદને મારી નાખવાના ઇરાદે તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ પાસેથી ગુનાની કબૂલાત મેળવી હતી.
આશીફભાઈ સતારભાઈ ડેલા (ઉ.વ. 31), મૂળ વેકરી ગામ, હાલ ગોંડલ મોવિયા રોડ વિસ્તારમાં ભાડે રહેતા. નામીયા જુનેદભાઈ કબીર (ઉ.વ. 23), મોવિયા રોડ ને જડપી લઇ વધુ કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. કામગીરી કરનાર ટીમ આ સમગ્ર કામગીરી કઈઇ રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ઙજઈં એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તેમજ કઈઇ સ્ટાફની વિવિધ ટીમોએ સફળતાપૂર્વક પાર પાડી હતી. પ્રેમસંબંધમાં પતિ આડખીલીરૂપ બનતા પત્ની અને પ્રેમીએ મળીને રચેલું કાવતરું કઈઇની સતર્ક તપાસથી ગણતરીની કલાકોમાં જ બહાર આવ્યું છે.
