ગૌ મૂત્ર-છાણ આધારિત કૃષિ પદ્ધતિનું જીવંત નિદર્શન કરાવાયું
ગુજરાતની સૌપ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (હાલોલ) ખાતે ચાલતા વિશેષ સંશોધન અને પ્રસાર પ્રોજેક્ટ અંતર્ગત, આજે કુકસવાડા “ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ” ખાતે એક પ્રેરણાદાયી અને માહિતીસભર કાર્યક્રમ યોજાયો. જેમાં આત્મા પ્રોજક અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ જૂનાગઢ પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય સ્તંભો વિશે પ્રાયોગિક (ઙફિભશિંભફહ) અને સંપૂર્ણ સચોટ માહિતી આપવામાં આવી હતી.
આજના આધુનિક યુગમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય બંને જોખમાયા છે, ત્યારે ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર અમૃત સમાન માર્ગ છે. ફાર્મ પર ઉપસ્થિત સૌને પ્રકૃતિના પંચતત્વ અને ગૌમૂત્ર-છાણ આધારિત કૃષિ પદ્ધતિનું જીવંત નિદર્શન કરાવવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીના પાયાના 6 સૂત્રોનું જીવંત માર્ગદર્શન અપાયું હતુું જેમાં બીજામૃત: બીજની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સુષુપ્ત અવસ્થા તોડી તંદુરસ્ત અંકુરણ માટે દેશી ગાયના છાણ-ગૌમૂત્રથી બીજ સંસ્કારની વિધિ.
જીવામૃત: જમીનમાં અબજો કિંમતી સૂક્ષ્મજીવાણુઓ અને અળસિયાને સક્રિય કરતું જીવંત કલ્ચર, જે પાકને પોષણ પૂરું પાડે છે.
ઘન જીવામૃત: સુકવેલું જીવામૃત જે જમીનમાં સેન્દ્રિય કાર્બન (ઘલિફક્ષશભ ઈફબિજ્ઞક્ષ) નો ગ્રાફ ઊંચો લઈ જવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.
આછાદાન જમીનને પાંદડા કે સૂકા કચરાથી ઢાંકીને ભેજનું પ્રમાણ જાળવવું, જે નીંદણ અટકાવે છે અને અળસિયા માટે સાનુકૂળ વાતાવરણ બનાવે છે.
વાપસા: જમીનમાં પાણી અને હવાના સંતુલનની એવી સ્થિતિ, જ્યાં છોડના મૂળિયાં સહેલાઈથી પોષક તત્વો ગ્રહણ કરી શકે.
મિશ્રપાક પદ્ધતિ: મુખ્ય પાકની સાથે સહયોગી પાકો વાવીને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી અને ખેડૂતની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી.
પ્રાકૃતિક કૃષિ: સમયની માંગ અને સાચો વિકાસ
“ગૌ માતાના આશીર્વાદ અને પ્રકૃતિના સાથથી જ સાચી સમૃદ્ધિ શક્ય છે.” પ્રાકૃતિક ખેતી એ માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ નથી, પરંતુ ગૌવંશનું જતન, ધરતી માતાની રક્ષા અને માનવજાતને ઝેરમુક્ત સાત્વિક આહાર આપવાનું એક પવિત્ર અભિયાન છે. ઓછા ખર્ચે, ઉત્તમ ગુણવત્તાવાળું અને રોગમુક્ત ઉત્પાદન મેળવવાનો આ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના આ પ્રોજેક્ટમાં સહભાગી થઈને, કૃષિ વિજ્ઞાન અને પરંપરાગત ગૌ-આધારિત જ્ઞાનના સમન્વયને ખેડૂતો સુધી પહોંચાડવાનું કાર્ય અવિરત ચાલુ રહેશે.
