મેયરના મતવિસ્તાર સહિત ત્રણ વોર્ડમાં ખાનગી સફાઇકર્મીઓના પગારમાંથી કટકી, હડતાળ પર

વોર્ડ નં.2, 7 અને 13માં ખાનગી સફાઇ કામદારોએ કરી પ્રતિક હડતાળ, મેયર-કમિશનર ચેમ્બર પાસે કર્યા પ્રતિક ધરણા

રાજકોટમાં મેયર ડો.નેહલ શુક્લના મતવિસ્તાર વોર્ડ નં.7 ઉપરાંત 2 અને 13માં એજન્સી હેઠળ કામ કરતા કામદારોનું શોષણ થતુ હોવાના રોષ સાથે આ ત્રણેય વોર્ડમાં ખાનગી કામદારો હડતાળ પર ઉતરી ગયા હતા. બાદમાં કામદારોના ટોળાએ મ્યુનિ.કમિશનર અને મેયરની લોબી પાસે પ્રતિક ધરણા કર્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તરફ સ્વચ્છતા ઝુંબેશના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સફાઇ કામદારોને મળતાં પગારમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી કરવામાં આવતી હોવાની અને પગારની નિયમિત ચુકવણી પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સાથે આજે સફાઇ કામદારોએ મેયરના વોર્ડ નં.7 ઉપરાંત વોર્ડ નં.1-2 અને 3 મળીને ચાર વોર્ડમાં વીજળીક હડતાળ પાડીને સફાઇ કામગીરીનો બહિષ્કાર ર્ક્યો હતો. ખાનગી કામદારોનો એવો પણ આક્ષેપ છે કે, ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોનો કાગળ પર અલગ પગાર દેખાડીને બાદમાં વચ્ચેથી કટકી કરી લેવામા આવે છે. આજે કામદાર યુનિયનના નેજા હેઠળ આ ચારેય વોર્ડના સફાઇ કામદારો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને, મેયર ચેમ્બર બહાર ભ્રષ્ટાચાર બંધ કરો તેમજ જય ભીમના નારા લગાવી કચેરી ગજવી મુકી હતી. આ મુદ્દે મેયરને મળીને ઉગ્ર રજુઆત કરવામા આવી હતી.

કોન્ટ્રાક્ટ સાથે અધિકારીની સાંઠગાંઠનો ગંભીર આરોપ

સફાઇ કામદારોએ એવો આક્ષેપ ર્ક્યો હતો કે, વોર્ડ નં.1-2-3 અને 7માં સફાઇનો કોન્ટ્રાક્ટ ધરાવતાં બિમલરાજ કોન્ટ્રાકટર વિજય બિહારી અને પીજે રાઠોડ દ્વારા ત્રણ મહિનાથી સફાઇ કામદારોને પગાર ચુકવાયા નહોય ધર ચલાવવું મુશ્કેલ બન્યું છે. પીજે રાઠોડ દ્વારા તા. 30 સપ્ટેમ્બર 2025થી પગારમાંથી 3-3 હજારની કટકી કર્યાનો આરોપ પણ સફાઇ કામદારોએ લગાવ્યો હતો. સફાઇ કામદારોના કહેવા મુજબ આ મુદ્દે મહાનરગપાલિકાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી પાસે અવારનવાર રજૂઆત કરી છે પણ તેઓ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરવા માટે કોઇ પગલાં લેતા નથી.

રિલેટેડ ન્યૂઝ