નસીલો પદાર્થ અને ટ્રક મળી 7.53 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટના માલીયાસણ નજીક પી.સી.બી.ની ટીમે દરોડો પાડી રૂૂ.2.53 લાખનો દારૂૂ-બીયર ભરેલ આઈસર સાથે ચાલકની ધરપકડ કરી રૂૂ.7.53 લાખનો મુદામાલ કબજે કરી દારૂૂ સપ્લાય કરનાર અને મંગાવનારની શોધખોળ શરૂૂ કરી છે. ટ્રકમાં ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે કડક કાર્યવાહી કરવામાં પોલીસ કમિશ્ર્નર બ્રજેશ કુમાર ઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પી.આઈ એમ.આર. ગોંડલીયાના નેતૃત્વમાં પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી. કુવાડવા તરફથી રાજકોટ તરફ દારૂૂ ભરેલ આઈસર આવી રહ્યું છે. જેના આધારે હાઈવે રોડ પર આવેલા સાગર ઈન્ડસ્ટ્રિયલ ઝોન, માલીયાસણ ગામ પાસેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ આઈસર ટ્રકને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. બૂટલેગરો દ્વારા દારૂૂ છુપાવવા માટે અપનાવવામાં આવેલી ચતુરાઈનો પર્દાફાશ કરતા જાણવા મળ્યું કે, ટ્રકમાં ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જામનગરના રહેવાસી અતુલભાઇ રમેશભાઇ લાંબા (ઉંમર વર્ષ 33) નામના ચાલકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીની ટીમે વિદેશી દારૂૂની 288 બોટલો અને 480 બીયરના ટીન મળી કુલ રૂૂ. 2,53,824 ની કિંમતનો મુદ્દામાલ સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂૂ. 5,00,000 ની કિંમતનો આઈસર ટ્રક મળી કુલ રૂૂ. 7,53,824 મુદ્દામાલ કબજે કર્યો હતો. પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્ર્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.હેઙ.કોન્સ. જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.
