બનાવ હત્યામાં પલટાયો: ગુરૂવારે બંનેએ માથામાં બોથર્ડ પદાર્થ મારી હત્યાનો કારસો ઘડયો હતો
સમાજ માં આડાસબંધ નો અંજામ હમેંશા કરુણ અને ખૌફનાક આવતો હોય છે.તેમ છતા આવા અનૈતિક સંબંધો નાં સિલસિલા અટકતા રહેતા નથી.
ગોંડલમાં બનેલી આવી ઘટના માં પ્રેમીનાં હાથે પરણિતા એવી પ્રેમિકા નાં પતિની હત્યાનો કારસો ઘડાયો હતો.ઇજાગ્રસ્ત પતિએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યા માં પલટાયો હોય ખૌફનાક અંજામ આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં મોવિયા રોડ પર એવન સિમેન્ટ પ્રોડક્ટ ની બાજુમાં રહેતાં જુનેદભાઈ ઇબ્રાહીમભાઈ કબીર ની બે દિવસ પહેલા ડૈયા ગામની સીમ માં ઇદગાહ જવાનાં રસ્તે નદીનાં કાંઠે માથા નાં ભાગે બોથડ પદાર્થ નાં ઘા મારી ગંભીર ઇજાઓ કરાઇ હતી.જુનેદભાઈ નું રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યા માં પલટાયો હતો.
પોલીસે જ્યારે બનાવ નો ભેદ ખોલ્યો ત્યારે 23 વર્ષીય પત્નિની બેવફાઈ ની કહાની બહાર આવી હતી.
પોલીસે જુનેદભાઈ ની હત્યા અંગે તેની પત્નિ નામીયા અને પ્રેમી આસિફ ની ધરપકડ કરી હતી.
આસિફ સતાર ડેલા જુનેદભાઈ નો પાડોશી છે.પાડોશ માં રહેતા જુનેદભાઈ ની પત્નિ નામીયા સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો.દરમિયાન જુનેદ ને પત્નિ સાથે કજીયા કંકાસ રહેતો હોય આશિફ નામીયા પ્રત્યે ની લાગણી પ્રબળ બનતા પ્રણય માં આડખીલીરૂપ બનેલા જુનેદ નો કાંટો કાયમી દુર કરવા કારસો રચ્યો હતો.પ્રેમિકા નામીયા સાથે નિકાહ કરવા નાં સ્વપ્ન માં રાચતા આશિફે નામીયા ની મદદથી જુનેદભાઈ ને બુધવાર ની રાત્રે એક ધંધા માં પૈસા કમાવવાની લાલચ આપી ડૈયાની સીમ માં નદી કાંઠે લઇ જઇ જુનેદભાઈ કઇ સમજે તે પહેલા માથા પર બોથડ પદાર્થ નાં વાર કરી હત્યા નિપજાવી હતી.અલબત્ત જુનેદભાઈ ને ગંભીર ઈજાઓ પંહોચી હતી.પરંતુ પ્રેમ નાં અંધાપા માં આશિફ જુનેદભાઈ ને મરેલો સમજી ત્યાંથી નાશી છુટ્યો હતો.જો કે બીજી બાજુ ગંભીર હાલત માં સારવાર માં ખસેડાયેલા જુનેદ નું મોત નિપજ્યું હતું.
પાપ હમેંશા છાપરે ચડી પોકારતું હોય છે.આ ઘટના માં પણ એવું જ બન્યુ.પોલીસે બનાવ અંગે ત્વરિત કામગીરી કરી હ્યુમન સોર્સિસ અને કોલ ડિટેઇલ નાં આધારે બેવફા પત્નિ અને તેનાં કાતિલ પ્રેમીને જડપી લીધા હતાં.
મૃતક જુનેદભાઈ મોવિયા રોડ પર કરિયાણાં ની દુકાન ચલાવતાં હતાં.નામીયા સાથે નાં આઠ વર્ષ નાં લગ્ન જીવન દરમિયાન સંતાન માં ચાર વર્ષ ની એક પુત્રી છે.
જ્યારે પરણિતા નાં પ્રેમ માં અંધ બનેલો 31 વર્ષીય આસિફ ડ્રાઇવિંગ કામ કરેછે.અને અપરિણીત છે.
હાલ પોલીસ હિરાહત માં રહેલા નામીયા અને આશિફ ની પુછપરછ હાથ ધરી તાલુકા પીઆઇ ડામોર તથા રાઇટર મુકેશભાઈ એ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
