રાજકોટ નાગરિક બેંક દ્વારા સભાસદોના તેજસ્વી બાળકોને પુરસ્કારનું સ્કોલરશીપ

અંતિમ તારીખ 18 જૂલાઈ : દિનેશભાઈ પાઠક

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂૂપે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ આપવામાં આવે છે અને આ વર્ષ માટેના ફોર્મનું વિતરણ કાર્ય શરૂૂ થયું છે. બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે ‘માર્ચ-2026માં લેવાયેલી ધો. 10, ધો. 12ની પરીક્ષામાં બેંકના શેર સભાસદોનાં સંતાનો કે સભાસદ, જેઓએ એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવશે. આવી જ રીતે માર્ચ 2026માં લેવાયેલ ધો. 12ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા હોય, તેવા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ (આર્થિક સહાય) યોજનાનો પણ લાભ મેળવી શકશે. તેમાં જનરલ કેટેગરીમાં એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે પછાતની કેટેગરીમાં બી-1 અને બી- 2 ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ પણ માન્ય ગણાશે. આર્થિક રીતે પછાતની કેટેગરીમાં, સરકારમાન્ય અધીકારીનાં આર્થિક રીતે પછાત હોવાના દાખલાની ઝેરોક્ષ જોડવાની રહેશે. આ યોજનાનો લાભ શેર સભાસદો મહત્તમ મેળવે તેવી હાર્દિક અપીલ છે.’ સમગ્ર પ્રોજેક્ટ માટે બેંકના પ્રોજેક્ટ ચેરમેન સી.એ. ભૌમિકભાઈ શાહ અને પ્રોજેક્ટ ડિરેકટર નવિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી થઇ રહી છે. આ માટેનાં નિયત ફોર્મનું વિતરણ શરૂૂ થયું છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. 18 જુલાઈ 2026ને શનિવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર (બીજો – ચોથો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય) સવારના 11 થી 4નો છે. સંપુર્ણ વિગતો સાથે ફોર્મ બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., હેડ ઓફિસ, ’અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય’, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, 150 ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે પરત આપવાના રહેશે. ખાસ, શૈક્ષણિક પુરસ્કાર યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનું અથવા માતા કે પિતાનું સભ્યપદ જ માન્ય ગણાય છે.

રિલેટેડ ન્યૂઝ