ગોબરૂ-ગંધાતુ શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલ

રાજકોટમાં ખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા : સર્વેશ્ર્વર ચોકમાં જાણીતા વર્ણિરાજ ફૂડઝોન સહિતની પેઢીઓ પણ ઝપટમાં આવી : કુલ 287 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ

રાજકોટમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યા ચેકિંગની ધોંસ બોલાવવાનું ચાલુ થયુ છે. વધુ 63 સ્થળે દરોડા પાડવામા આવ્યા હતા. 287 કિલોથી વધુ અખાદ્ય વાસી જથ્થો પકડાયો હતો. એ પૈકી ગંદકીથી ખદબદતા બે પ્રખ્યાત રેસ્ટોરેન્ટ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે શ્રીરામ ચાઇનીઝ એન્ડ પંજાબી તેમજ મવડી બાયપાસ પર રિયલ પ્રાઇમની સામે આવેલા બાલાજી ઢોસા સેન્ટરને સીલ કરી દેવામા આવ્યુ છે.
રાજકોટના ગોંડલ રોડ, બોમ્બે હોટલ, વૃધ્ધાશ્રમ સામે, આવેલ “શ્રી રામ ચાઇનીઝ પંજાબી (રેસ્ટોરન્ટ)”, પેઢીને સીલ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવેલ. સ્થળ પરથી આશરે 10 થી 12 ઊં.ૠ. વાસી અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવેલ. જ્યારે મવડી બાયપાસ રોડ, રિયલ પ્રાઇમ ની સામે આવેલ “બાલાજી ઢોસા સેન્ટર”માં પણ અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્ય ચીજો બનાવવા તેમજ વાસી અને અખાદ્ય ચીજોનો સ્ટોરેજ જોવા મળેલ હોવાથી પેઢીને સીલ કરવામાં આવેલ. આ રેસ્ટોરેન્ટમાં ફૂડ લાયસન્સ પણ ન હતુ. ત્યાથી કુલ 115 ઊં.ૠ. વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી રૂ.10,000નો દંડ ફટકારવામા આવ્યો છે.
આ ઉપરાંત મનપાની ચેકીંગ ટુકડીએ મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક 150 ફૂટ રિંગરોડ, સર્વેશ્વરચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલ થી ભક્તિનગર સર્કલ સુધી 80 રિં રોડ, આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન તેમજ આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર સુધી, રણુજા મંદિર પાસે કોઠારીયા મેઇન રોડ સ્થળેથી કુલ મળી 63 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 260 ઊં.ૠ. અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામા આવી છે. કુલ રૂ.74,400ની પેનલ્ટી વસૂલવામાં આવી છે.

શ્રીજી મઠાવાલા, આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, મહેશ વિજય ડેરીમાંથી નમુના લેવાયા

  • અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ): સ્થળ -શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, શોપ નં.-5, જઇઈં પાસે, નાનામવા રોડ, રાજકોટ.
  • વેનીલા આઇસ્ક્રીમ (લૂઝ): સ્થળ – શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, શોપ નં.-5, જઇઈં પાસે, નાનામવા રોડ, રાજકોટ.
  • ડ્રાયફ્રૂટ ડીલાઇટ આઇસ્ક્રીમ (લૂઝ): સ્થળ – આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નં.-7, શોપ નં.-10, એરપોર્ટ રોડ, રાજકોટ.
  • પાઈનેપલ શ્રીખંડ (લૂઝ): સ્થળ – મહેશ વિજય ડેરીફાર્મ, શોપ નં.-1, ડેસ્ટિનેશન પ્લસ, અમિન માર્ગ,રાજકોટ.
  • રાવણા જાંબુ આઇસ્ક્રીમ (લૂઝ): સ્થળ -આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નં.-7, શોપ નં.-10, એરપોર્ટ રોડ, રાજકોટ.
  • મેંગો ચિપ્સ શ્રીખંડ (લૂઝ): સ્થળ -મહેશ વિજય ડેરીફાર્મ, શોપ નં.-1, ડેસ્ટિનેશન પ્લસ, અમિન માર્ગ,રાજકોટ.

રિલેટેડ ન્યૂઝ