રાજકોટમાં સોની વેપારીએ દુકાનમાં જ એસીડ ગટગટાવ્યું

આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો

શહેરના કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવડાવાળી શેરી નં.15માં રહેતાં અને દેવપરા નજીક વિવેકાનંદનગરમાં બી.એમ.જવેર્લ્સ નામે દુકાન ધરાવતાં સોની વેપારી તેજસ સિરીસભાઈ રાણપરા (ઉ.39)એ આજે સવારે પોતાની જ દુકાનમાં અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં સોની વેપારી બે ભાઈમાં મોટા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ભક્તિનગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ સોની વેપારીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ