રાજકોટ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ, ડીડીઓ આનંદુ સુરેશ ગોવીંદ, રૂડાના સીઇઓ જી.વી.મીયાણી, નિવાસી અધિક કલેકટર બારોટ, મનપાના કમિશ્નર તુષાર સુમેરા, મેયર નેહલ શુકલ, જીલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ઉપરાંત ડીએમસી હર્ષદ પટેલ તેેમજ કોર્પોરેશનના અધિકારીઓ પણ યોગાસન કાર્યક્રમમાં જોડાયા હતા. રાજકોટ રેસકોર્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્નાનાગાર ખાતે બહેનોએ એકવાયોગા કર્યા હતા. શહેરની શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભુલકાઓએ વજ્રાસન, ભુજંગાસન સહિતના વિવિધ આસનો કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આમ રાજકોટ શહેરે તંદુરસ્ત રાજકોટ, ફીટ ઇન્ડીયાનો સંદેશો ફેલાવ્યો હતો. યોગાભ્યાસમાં હાજર રહેલા નગરજનોએ પોતાની જીવનશૈલીમાં કસરત અને વ્યાયામ કરવાના સંકલ્પ લઇ સ્વસ્થતાનો સંદેશ ફેલાવ્યો હતો.(તસ્વીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
વડાપ્રધાનના પ્રયાસોથી યોગ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્વનું માધ્યમ બન્યો:મુખ્યમંત્રી
રાજકોટ બનશે દેશનું અનોખુ ‘૧૫ મિનિટ યોગસિટી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માણસા ખાતે ૧૨મા વિશ્ર્વ યોગ દિૃવસની... -
ધોરાજી સહિત પોરબંદર સંસદીય વિસ્તારના 400 ગામડાઓમાં રેલવે સુવિધાનો અભાવ
વેસ્ટર્ન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસીએશન દ્વારા કેન્દ્રીય મિનિસ્ટર મનસુખ માંડવીયાને આવેદનપત્ર : 99 કિલોમીટરનો રૂટ રૂા.100 કરોડના... -
ઉના પંથકમાં નાની ચલણી નોટો અને સિકકાઓની ભારે તંગી
લેવડ-દેવડ ઠપ્પ, વેપારીઓ -ગ્રાહકો પરેશાન, છુટ્ટા પૈસા ન મળતા ધંધા પર અસર ઉના તાલુકા અને આસપાસના...
