ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ મંત્રી અનિરુદ્ધભાઈ દવેએ રાજકોટ સ્થિત અગ્રણી ઔદ્યોગિક સંસ્થા ટર્બો કાસ્ટ (ઇન્ડિયા) પ્રા. લી. ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ અને આગેવાનો વચ્ચે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, રોજગારી સર્જન, નિકાસ વૃદ્ધિ તથા આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં ઉદ્યોગજગતની ભૂમિકા અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ કંપનીમાં અપનાવવામાં આવેલી આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ, ટેક્નોલોજી આધારિત કાર્યપ્રણાલી તથા વૈશ્વિક ગુણવત્તા ધોરણોની જાણકારી મેળવી હતી. ટર્બો કાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને પ્રિસિઝન એન્જિનિયરિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. કંપની દ્વારા એરોસ્પેસ, ડિફેન્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર જનરેશન, મેડિકલ ઇક્વિપમેન્ટ, ઓટોમોટિવ તથા અન્ય વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉપયોગમાં આવતા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રિસિઝન કાસ્ટિંગ અને મશિન કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીની પ્રોડક્ટ્સ વિશ્વના અનેક દેશોમાં નિકાસ થતી હોવાને કારણે રાજકોટ અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ રીતે ઉજાગર થઈ રહ્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
બીએપીએસ મંદિરે પ્રમુખ સ્વામીના પદવરણી દિનની ઉજવણી કરાઈ
સ્વામીજી દ્વારા દર્શાવેલા જીવનપથ પર ચાલવા હરિભક્તોનો સંકલ્પ BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આજે... -
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
રાજકોટ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જીલ્લા... -
વડાપ્રધાનના પ્રયાસોથી યોગ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્વનું માધ્યમ બન્યો:મુખ્યમંત્રી
રાજકોટ બનશે દેશનું અનોખુ ‘૧૫ મિનિટ યોગસિટી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માણસા ખાતે ૧૨મા વિશ્ર્વ યોગ દિૃવસની...
