ચોમાસા પહેલા જ ગંદકી હટાવવાની કાર્યવાહી
ગોંડલ નગરપાલિકા માં સેનિટેશન વિભાગ માં નિમણુંક પામેલાં ચેરમેન સ્વિટીબેન દાફડા એ હોદો સંભાળતા ની સાથે જ સાફસફાઇ કામગીરી ને વેગવંતી બનાવી સેનિટેશન વિભાગ ને દોડતો કર્યો છે.વધુમાં ચોમાસા ને અનુલક્ષી ને પ્રિમોન્સુન કામગીરી ને તેજ બનાવી છે. ગોંડલ નાં રાજમાર્ગો તથા બજાર વિસ્તારો ઉપરાંત સોસાયટી એરીયા માં સફાઈ કામગીરી સઘન બનાવાઇ છે. સેનિટેશન વિભાગ નાં ચેરમેન સ્વિટીબેન દાફડા એ કહ્યુ કે મહારાજા સર ભગવતસિહ નુ ગોંડલ ઐતિહાસિક ધરોહર ગણાય છે.ગોંડલ ની આગવી ઓળખ છે.ત્યારે ગોંડલ ચોખ્ખુચણાક રહે તે નગરપાલિકાની પ્રાથમિક ફરજ છે.હાલ રોજીંદા સફાઈ કાર્ય ને વેગવંતુ બનાવાયું છે.શહેરની શોભારુપ મહાનુભવો ની પ્રતિમાઓ ને ફુવારા મારી સાફ કરાઇ છે.રાજમાર્ગોપર કચરો નાં રહે તેવી ચોક્કસાઇ સાથે સફાઈ કાર્ય થઇ રહ્યુ છે.જરુરીયાત મુજબ રાત્રી સફાઈ પણ કાર્યરત કરાઇ છે.આગામી સમય માં શહેર નાં વિકસીત સોસાયટી વિસ્તારો માં સાફસફાઇ માટે કર્મચારીઓ તૈનાત કરાશે તેવુ જણાવ્યુ હતુ. ચોમાસા ને અનુલક્ષી ને શહેર નાં બુગદાઓ ની સાફસફાઇ હાથ ધરાઇ છે.ઉપરાંત રાજાશાહી સમય ની ભૂગર્ભ કુંડીઓ ને વેક્યુમ મશીન થી સાફ કરી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઇ છે.જેથી વરસાદી પાણીનો નિકાલ જડપી બને. સ્વિટીબેન દાફડા એ જાહેર માં કચરો ફેંકતા લોકો અને વેપારીઓ ને કચરો ડસ્ટબીન માં નાંખી કચરો લેવા આવતી ટીપરવાન કે ટ્રેક્ટર માં ઠાલવવાં અપીલ કરી છે.
