ગોંડલમાં પરપુરૂષ સાથે આડા સંબંધ ધરાવતી પત્નિની ગળેટુપો દઈ હત્યા


પરપ્રાંતીય પરિવારનો માળો વિખાયો: હત્યા નિપજાવનાર પતિની ધરપકડ

ગોંડલ માં બેવફા પત્નિએ પ્રેમી સાથે મળીને પતિને મોત નાં ઘાટ ઉતાર્યા ની ઘટના ની સાહી હજુ સુકાઈ નથી ત્યાં વોરાકોટડા રોડ પર પત્નિનાં પર પુરુષ સાથે નાં આડાસબંધ ની જાણ પતિને થતા ઉશ્કેરાયેલા પતિએ ગળાટુંપો દઇ પત્નિની હત્યા કર્યાની ઘટના સામે આવીછે.
પ્રાપ્ત વિગત મુજબ અત્રેનાં વોરાકોટડા રોડ હનુમાન ધાર પાસે આવેલી ધીરુભાઈ ની વાડીમાં ખેત મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશ નાં બડવાની જિલ્લા નાં શિલાતાઉ તાલુકા નાં ગુન્દલીબેન ભકનભાઇ ભારેલા ઉ.28 ની ગત મોડીરાત નાં તેનાં પતિ ભકનભાઇ એ ગળાટુંપો આપી હત્યા કરી હતી.
ગુન્દલીબેન ને જયલો નામનાં કોળી યુવાન સાથે અનૈતિક સંબંધ હોય તેના પતી ભકનભાઇ ને તેની જાણ થતાં ઉશ્કેરાયેલા ભકનભાઇ એ પત્નિને મોત ને ઘાટ ઉતારી દીધી હતી.
ભકનભાઇ અને ગુન્દલીબેન નો લગ્નગાળો પાંચ વર્ષ નો છે.સંતાન માં બે વર્ષ ની દિકરી છે.અગાઉ ભકનભાઇ પરીવાર સાથે ગોંડલ રહેતાં હતાં.ત્યારે પત્નિ ગુન્દલીબેન ને જયલા કોળી સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો.બાદ માં પતિ સાથે વતન મધ્યપ્રદેશ પરત ફર્યા હતાં.અને આઠ દિવસ બાદ ફરી ગોંડલ વોરાકોટડા રોડ પર ધીરુભાઈ ની વાડીએ કામે રહ્યા હોય ગુન્દલીબેન અને જયલા વચ્ચે નો સબંધ ફરી પુન: સ્થાપિત થતા જયલો વાડીએ અવારનવાર મળવા આવતો હતો.
દરમિયાન પતિ ભકનભાઇ ને પત્નિ નાં આડાસબંધ ની ગંધ આવી ગઈ હતી.ગત રાતે જયલો ગુન્દલીબેન ને મળવા આવ્યો હોય ભકનભાઇ જોઈ જતા જયલો નાશી છુટ્યો હતો.બાદ માં પતિ પત્નિ વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.પત્નિની બેવફાઈ થી ઉકળી ઉઠેલા ભકનભાઇ એ મગજ પર નો કાબુ ગુમાવી ધોકા વડે ગુન્દલીબેન નાં પગ પર બેફામ વાર કરતાં તે જમીન પર ફસડાઇ પડી હતી.બાદ માં ગળાટુપો દઇ ભકનભાઇ એ પત્નિની હત્યા નિપજાવી હતી.બનાવ ની જાણ થતા બી’ડીવીઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ જી.એસ.ગઢવી ઘટનાસ્થળે દોડી જઇ ભકનભાઇ ની ધરપકડ કરી ગુન્દલીબેન નાં મૃતદેહ ને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. માતા નાં આડાસબંધ ને કારણે પિતાએ તેની હત્યા કરી હોય અને પિતા પોલીસ હિરાહત માં હોવાથી બે વર્ષ ની માશુમ બાળકી નોંધારી બની છે.

રિલેટેડ ન્યૂઝ