ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી પોલીસે 8.200 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો’તો
રાજકોટમાંથી 8.200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા મુખ્ય આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ આરોપી ઈબ્રાહિમ ઉર્ફે ટીકડો રજાકભાઈ શેખ, આકાશ ઉર્ફે મરચો હરીભાઈ બાબરીયા અને પ્રિતેશ ઉર્ફે દ્વારકા એમ ત્રણેય ઈસમ અમદાવાદથી ગ્રીન લેન્ડ ચોકડી ખાતે ગાંજાના જથ્થા સાથે આવી રહ્યા હોવાની બાતમી આધારે એસ.ઓ.જીની ટીમ દ્વારા ઈબ્રાહિમ ઉર્ફે ટીકડો રજાકભાઈ શેખને 8.200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જ્યારે આકાશ ઉર્ફે મરચો હરીભાઈ બાબરીયા, પ્રિતેશ ઉર્ફે દ્વારકા, સમીર ઉર્ફે સમલો અને યાકુલ નાસી છૂટ્યા હતા. આ ગાંજાનો જથ્થો જીજ્ઞેશ કુમાર ખેર પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. ઇબ્રાહિમ ઉર્ફે ટીકડો શેખ દ્વારા પોતાના વકીલ મારફત સેશન્સ કોટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેસન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઈબ્રાહિમ ઉર્ફે ટીકડો શેખને જામીન પર મુકત કરવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ.જાદવ, વિરલ કે. ચૌહાણ, ટીંકલ બાવળીયા, મદદનીશમા અભય ચાવડા, વિશાલ ડેડાણીયા, વિક્રમ કિહિલા, સંજય મકવાણા અને પાર્થ રાઠોડ રોકાયા હતા.
