કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો વધારો

કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો વધારો થયો છે. જ્યારે, સિંગતેલના સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 6,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 25,000, જી 10 33,000, જી20 31,000 અને ટીજે 37 33,000 ઉપર જણાતા હતા.
સિંગખોળ રૂ.39,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો વધારો થયો છે. જ્યારે, સિંગતેલના સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2670- 2720, 13 કિગ્રા લેબલ ટીન 2370 – 2620, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2600 – 2640, 13 કિગ્રા નવા ટીન 2340- 2380 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2240 – 2280, પામોલિન તેલ રૂ. 2350 – 2355, કોપરેલ 3900 – 3950, દિવેલ 2250 – 2270, કોર્ન 2250 – 2270, મસ્ટર્ડ ઓઇલ 2380 – 2420 અને સન ફલાવરના ભાવ 2455 – 2475 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં પ્રમાણમાં વધઘટ જણાતી હતી. દિવેલના ભાવ 1385 – 1395 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 1,600 થી 1,700 ગુણીની આવક હતી જેના ભાવ 1330 થી 1390 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 48,000 થી 50,000 ગુણીની આવક હતી જેના ભાવ 1370 થી 1385 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1415, કડી 1395, કંડલા 1385, શાપુરના ભાવ 1385 – 1390 અને ગિરનારના ભાવ 1380- 1385 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ