79901 60700 ઉપર અરજદારને તેમની સમસ્યા, નામ, સરનામુ, ફોન નંબર મોકલવાની રહેશે, મેયર કાર્યાલયેથી જ લેવાશે તેનું ફોલોઅપ
રાજકોટ મનપાના અધિકારીઓ, સ્થાનિક વોર્ડ ઓફિસે જનતા જર્નાદનની સમસ્યા અભેરાઇએ ચડાવી દેવામા આવતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ મયર ડો.નેહલ શુક્લે ફિલ્મ નાયક સ્ટાઇલ આવકારદાયક નિર્ણય લીધો છે. જનતાની સમસ્યા સીધી જ મેયર સુધી પહોંચે તે માટે તેમણે ફોન નંબર 79901 60700 જાહેર કર્યો છે. આ નંબર પર અરજદારે તેમની ફરિયાદ, નામ, સમસ્યાની સરનામા સહિતની વિગત અને ફોન નંબર મેસેજ કરી દેવાનો રહેશે.
રાજકોટના મેયર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ મેયર ડો. નેહલ શુકલ શહેરીજનો માટે મહત્વના નિર્ણયો લઇ રહ્યા છે. જન્મ મરણ વિભાગમાં આવતાં અરજદારોની મુશ્કેલી દુર કરવા સતત પ્રયત્નશીલ રહ્યા બાદ તેઓએ શહેરીજનોને શુધ્ધ પાણી મળી રહે તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજીને સુચના આપી હતી સાથોસાથ ચોમાસા દરમિયાન વોંકળામાં ફેલાયેલી ગંદકી દુર કરવા માટે તમામ વોર્ડના કોર્પોરેટરોને તેમના વોર્ડ વિસ્તારના વોંકળાઓની સફાઇનું નિરીક્ષણ કરવા આદેશ આપ્યા બાદ હવે તેઓએ જનતા જનાર્દન સાથે મ સીધા જ સંપર્કનો અભિગમ રાખ્યો છે.
શહેરનો નાગરિક કોઇપણ સમયે તેની સમસ્યા મેયર સુધી પહોંચાડી શકે તે માટે પર્સનલ હેલ્પલાઇન સમાન ફોન નંબર જાહેર કર્યો છે. 7990160700 નંબર પર અરજદાર તેમના પ્રશ્નો, સમસ્યાઓ સરનામુ, નામ અને ફોન નંબર સાથે મેસેજ કરી શકશે. આ સમસ્યા સંબંધિત વિભાગને મોકલીને તેના નિરાકરણ માટે મેયર કાર્યાલયેથી જ ફોલોઅપ લેવામા આવશે.
અઠવાડિયામાં ત્રણ દિવસ વન ટુ વન મળશે
રાઉન્ડ ધી ક્લોક ફોન સેવા ઉપરાંત અરજદારો વન ટુ વન મળી શકે તે માટે અઠવાડિયામાં બુધ, ગુરુ અને શુક્રવાર ત્રણ દિવસ બપોરે 12 થી 1:30 અને સાંજે 4:40થી 6:10 સુધીનું ટાઇમ ટેબલ પણ ફિક્સ કર્યુ છે (સંજોગોવસાત બહારગામ જવાનું થાય તો નહીં મળી શકે). તેમ મેયરે જણાવ્યુ હતુ.
