ફરીયાદના આધારે તસ્કરનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ
રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાલભવનના ગેઈટ પાસે નેહાબેન હિરેનભાઈ કાનાબાર (ઉ.વ.32, રહે. વિશ્ર્વનગર-8, મવડી)એ ડીકીમાં રૂૂા. 1.28 લાખનું સોનાના બિસ્કિટ સાથેનું પાર્ક કરેલું એક્ટિવા ગઠીયો ઉઠાવી જતાં જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં નેહાબેને જણાવ્યું કે તે ઘરે જ બ્યુટી પાર્લર ચલાવે છે. ગત તા. 9ના રોજ તેણે જ્વેલર્સમાંથી રૂૂા. 1.28 લાખનું 10 ગ્રામનું સોનાનું બિસ્કિટ ખરીદ કર્યા બાદ જૂનાગઢમાં રહેતા ભાઈને સાચવવા માટે આપ્યું હતું. જે તેણે તેને પરત આપતા તેના પર્સની ચેઈન ખરાબ હોવાથી બિસ્કિટ એક્ટિવાની ડીકીમાં રાખ્યું હતું. બાદ તે તેના ભત્રીજાને લઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગયા હતા.
બાલભવનના ગેઈટથી રમેશભાઈ પારેખ રંગભવન નજીક ગલીમાં એક્ટિવા પાર્ક કર્યું હતું. અડધો કલાક બાદ પરત આવતા એક્ટિવા જોવા ન મળતા આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ કોઈ પત્તો ન લાગતા કોઈ અજાણ્યો શખ્સ સોનાના બિસ્કિટ સાથેનું એક્ટિવા ચોરી કરી નાસી ગયો હોવાની ખબર પડી હતી. જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
