જુનાગઢના પરિણીત પ્રેમી સાથે ભાગી રાજકોટ રહેતી જેતપુરની યુવતીએ પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ તેવું સ્ટેટસ મુકી પગલુ ભરી લીધું
રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર આવેલા પરિન ફર્નિચર પાસે, આગમન સીટીમાં રહેતી 21 વર્ષીય યુવતી નંદીની આંણદભાઈ બોસમિયાએ રહસ્યમય સંજોગોમાં રાત્રિના સમયે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક નંદીની મૂળ જેતપુરના નવાગઢની વતની હતી અને તેણે કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી દીકરી હતી.
મૃતક નંદીની જૂનાગઢના પરિણીત શખ્સ અસલમ નામના યુવકના પ્રેમમાં હતી. ગત તારીખ 27/10/2025 ના રોજ નંદીની પોતાના ઘરેથી ભાગી ગઈ હતી અને જૂનાગઢના અસલમ સાથે મૈત્રી કરાર (લાઈવ-ઈન રિલેશનશિપ) કરીને રાજકોટમાં રહેવા આવી ગઈ હતી. જોકે, અસલમ હેલેથી જ પરિણીત હતો અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. આ મૈત્રી કરાર બાદ બંનેના પરિવારોએ ભારે વિરોધ અને વાંધો ઉઠાવ્યો હતો. આશરે પાંચ મહિના પહેલા જૂનાગઢમાં અસલમની પત્ની, માસી અને અન્ય સંબંધીઓ સહિતના પાંચ શખ્સોએ નંદીની પર ખૂની હુમલો કર્યો હતો. આ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
હુમલાની ઘટના બાદ અસલમ અને નંદીની રાજકોટમાં ભાડાનો રૂૂમ રાખીને સાથે રહેતા હતા. મૃતકની બહેન રૂૂપલે આક્ષેપ કર્યો છે કે, આપઘાત કરતા પહેલાં નંદીનીએ છેલ્લે મોકલેલા મેસેજમાં જણાવ્યું હતું કે તેના તમામ સોનાચાંદીના ઘરેણાં અસલમે ગીરવે મૂકી દીધા છે. આ ઉપરાંત, માનસિક રીતે ભાંગી પડેલી નંદીનીએ આપઘાત પૂર્વે સોશિયલ મીડિયા પર એક સ્ટેટ્સ પણ મૂક્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે, “પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું.” નંદીનીના પિતાના જણાવ્યા અનુસાર, અસલમ અને તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી નંદીનીને સતત માનસિક અને શારીરિક ટોર્ચર કરતા હતા, જેનાથી કંટાળીને જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભરી લીધું હોવાની પૂરેપૂરી આશંકા છે. હાલ આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂૂ કરી છે.
નંદીની આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી
પ્રેમી અસલમ અને તેમના પરિવારના ત્રાસને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર નંદીની આનંદભાઈ બોસમીયાએ વર્ષ 2025માં જેતપુર નવાગઢ નગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી કરી હતી.આ દરમિયાન તેના પિતા આનંદભાઈ આપના કાર્યકર હતા.નંદનીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.તે એમઆરની નોકરી કરતી હતી.
પ્રેમીએ યુવતીનું ગર્ભાશય કઢાવી નાખ્યાનો આરોપ
આ સમગ્ર આપઘાત પ્રકરણમાં સૌથી કંપારી છૂટી જાય તેવો ચોંકાવનારો આક્ષેપ મૃતકની બહેન રૂૂપલે કર્યો છે. રૂૂપલના જણાવ્યા મુજબ, જ્યારે નંદીની પોતાના ઘરબાર છોડીને અસલમ સાથે રહેવા ગઈ, ત્યારે અસલમે નંદીનીને એવું કહ્યું હતું કે, ’હું પહેલેથી જ પરિણીત છું અને મારે એક સંતાન છે, તેથી મારે હવે ભવિષ્યમાં બીજું કોઈ સંતાન જોઈતું નથી.’ આ વાત કહીને તેણે નંદીનીને ભોળવી, તેનું ઓપરેશન કરાવીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું હતું.
