રાજકોટ સહિત રાજ્યના કાર્પો.માં પેટા સમિતિની રચનાને લાગ્યું ગ્રહણ

હજુ દસ દિવસ રાહ જોવી પડે તેવી શક્યતા : અરજન્ટ દરખાસ્ત આવે તો નવાઈ નહી મુખ્ય મલાઈદાર સમિતિઓના ચેરમેન પદ મેળવવા દાવેદારોના નામ વહેતા થયા

રાજકોટમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શાસક નેતા અને દંડક સહિત મુખ્ય પાંચ હોદેદારોની પસંદગી બાદ હવે બાકી રહી ગયેલી મનપાની 15 પેટા સમિતિના ચેરમેનની ખુરશી કોણે મળશે તેની અટકળો શરૂૂ થઇ ચુકી છે. જે લોકોને મુખ્ય પાંચ હોદામાં સ્થાન નથી મળ્યુ તેવા ઇચ્છુક દાવેદારોને કઇ સમિતિમાં કેવુ સ્થાન મળે છે એ જોવાનું રહ્યુ. ગુરુવારે નવા શાસકોનું પ્રથમ જનરલ બોર્ડ છે. સામાન્ય રીતે અત્યાર સુધી એવુ બનતુ આવ્યુ છે કે, મેયર સહિત મુખ્ય પાંચ હોદેદારોની વરણી થયા બાદ પ્રથમ જનરલ બોર્ડમાં પેટા સમિતિઓની રચના કરી દેવામા આવતી હોય છે. પરંતુ આ વખતે છેલ્લી ઘડી સુધી હજુ કોઇ વાવડ મળતા નથી. મવડી મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત હોય મોકલાયેલી પેનલ પર મંજુરીની મહોર લાગી ન હોવાનું હાલ જાણવા મળે છે. આ પ્રથમ જનરલ બોર્ડ માત્ર પ્રશ્ર્નોતરી માટે જ સિમિત રહી જાય અને પેટા સમિતિ માટે ખાસ જનરલ બોર્ડ બોલાવવામા આવે તેવુ પાર્ટીના સુત્રોમાંથી જાણવા મળે છે. જો કે જનરલ બોર્ડ પૂર્વે ગણતરીની કલાકો પહેલા હાઇકમાન્ડમાંથી મંજૂરીની મહો આવી જાય અને પેટા સમિતિની રચના માટે અરજન્ટ દરખાસ્ત આવે તો પણ નવાઇ નહી. જો કે હાલ કોઇ હિલચાલ ન હોય, આ શક્યતા ઓછી જણાઇ રહી છે.

સમિતિઓના સંભવિત ચેરમેન લીસ્ટ વાઇરલ
-બાંધકામ ઘનશ્યામભાઇ હેરભા
-આરોગ્ય ડો.રિંકલ મેઘાણી
-સેનીટેશન અશ્ર્વિનભાઇ ભોરણિયા
-સમાજ કલ્યાણ મનિષભાઇ ભટ્ટ
-ડ્રેનજ કેતનભાઇ પટેલ
-ટાઉન પ્લાનીંગ દિલીપભાઇ લુણાગરિયા
-માધ્યમિક કિરણબેન માકડિયા
-ફાયર શાખા કંકુબે ઉધરેજા
-ગાર્ડન કિશનભાઇ ટીલવા
-માર્કેટ કિરણબેન હરસોડા
-આવાસ જયસુખભાઇ કાથરોટિયા
-એસ્ટેટ નિલેષભાઇ હેરભા
-વોટર વકર્સ મહેશભાઇ પીપળિયા

  • કાયદો અને નિયનમ કિર્તિાબા રાણા

રિલેટેડ ન્યૂઝ