ચેકિંગ ઝુંબેશમાં 1503 કિલો વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા કાર્યવાહી
રાજકોટમાં રોગચાળાને કાબુમાં રાખવા માટે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં બારેમાસ ચેકીંગ માટે શરૂ થયેલી ઝુંબેશમાં નામચીન પેઢીઓમાં માધાપર ચોકડી પાસે આવેલ શ્રીનાથજી ફુડ પ્રોડકટ, જય ખોડિયાર રેસ્ટોરન્ટ, કોઠારીયાના સ્વાતી મેઈન રોડ પર ફેમીલી ફેન્સી ઢોસા, પુનિતનગર-80 ફુટ રોડ પર આવેલા ખોડલધામ ફાસ્ટ ફુડ, મવડી ચોકડી પાસે શુભમ ફેમીલી રેસ્ટોરન્ટ, એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળથી રેસ્ટોરન્ટ સહિત 87 સ્થળે ચેકીંગ કરવામાં આવ્યું હતું. 1503 કિલોથી વધુ વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરના માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટસ પેઢીમાંથી પડતર પડેલ સિરિયલ પ્રોડક્ટ નો કુલ 800 ઊંલ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જ્યારે માધાપર ચોકડી નજીક જ આવેલ જય ખોડિયાર રેસ્ટોરન્ટ માંથી 25 ઊંલ નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી બાલાજી રેસ્ટોરન્ટ માંથી 10 ઊંલ નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સીતારામ ફૂડ ઝોન માંથી 05 ઊંલ નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ક્રિશ ફાસ્ટ ફૂડ માંથી 10 ઊંલ નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. કોઠારીયા, સ્વાતિ મેઇન રોડ પર આવેલ ફેમિલી ફેન્સી ઢોસા માંથી 15 ઊંલ નાશ કરી રૂૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સૂર્યા ઢોસા માંથી 10 ઊંલ નાશ કરી રૂૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સીતારામ રેસ્ટોરન્ટ/ રામદેવ રાજસ્થાની દાલબાટી 10 ઊંલ નાશ કરી રૂૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નાઇસ ફાસ્ટ ફૂડ 10 ઊંલ નાશ નાશ કરી નોટિસ આપેલ છે. સિવિલ હોસ્પિટલ કેન્ટીન/ એસ.પી.એન્ટરપ્રાઇઝ માંથી 10 ઊંલ નાશ કરેલ છે. જ્યારે પુનિત નગર 80 રિંગ રોડ પર આવેલ ખોડલધામ ફાસ્ટફૂડ માંથી 09 ઊંલ નાશ કરેલ છે. તેમજ રૂૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જલિયાણ પાઉંભાજી માંથી વાસી પાઉંભાજી નો જથ્થો નાશ કરેલ છે તેમજ રૂૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી પેઢી માંથી વાસી મંચુરિયન નો 9 સલ જથ્થો નાશ કરેલ છે તેમજ રૂૂ.500/ – નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. બાપા સીતારામ નાસ્તા ગૃહ પેઢી માંથી 5 ઊંલ અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. વી.એસ. ઢોસા પેઢી માંથી 17 ઊંલ અખાદ્યચીજનો નાશ કરવામાં આવેલ છે તેમજ રૂૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. મવડી ઢોસા હાઉસ, પટેલ રેસ્ટોરન્ટ, પટેલ સુરતી ઢોસા, શ્રી રાધે પરાઠા, શ્રી હરિ પરાઠા પેઢીની તપાસ કરવામાં આવી.
