આજી નદીની સફાઈ માટે તંત્રનું નાક વાઢવા કોંગી આગેવાનો પાવરા તગારા સાથે ઉતર્યા

રામનાથ મંદિર આસપાસ સફાઈ કરી પ્રતિકાત્મક દેખાવો કરાયો

રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવના મંદિરે ધ્વજા ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો ઉંઈઇ લઈને સફાઈ કરીશું. કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે, પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે. ‘મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા તો બીજા વોર્ડમાં શું કરાવશે?’ મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે. આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાવે તો આ વર્ષે વધુ નુકસાન જશે. જેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે.

રિલેટેડ ન્યૂઝ