અકસ્માત બાદ ઝડપાયેલા શખ્સ પાછળ બીજી કારમાં દારૂ આવતો હોવાનું કબુલતા પોલીસને મળી સફળતા
કૂવાડવા રોડ પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ગુંદા ગામ નજીકથી એક વિદેશી દારૂૂ ભરેલી કાર પસાર થવાની છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે ગુંદા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમી મુજબની શંકાસ્પદ કાર ત્યાંથી નીકળતા પોલીસે તેને ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ, પોલીસને જોઈને કારના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ત્યાંથી ભગાવી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ ત્વરિત પગલાં ભરી ખાનગી વાહન આડું રાખી રસ્તો બ્લોક કરી દીધો હતો. કારની ઝડપ વધારે હોવાના કારણે દારૂૂ ભરેલી કાર આ આડા રાખેલા ખાનગી વાહન સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી અને ત્યાં જ ઊભી રહી ગઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોને મોટું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.કાર ઊભી રહી જતાં પોલીસે તુરંત જ તેને ઘેરી લીધી હતી અને કારમાં સવાર બે શખ્સોને ઝડપી લીધા હતા. ફાડદંગના જયરાજ ધીરૂૂભાઈ વાળા અને ન્યુ કેદારનાથ સોસાયટી મેઈન રોડ ઉપર રહેતો વત્સલ જીતુભાઈ વેકરીયા પકડાઈ ગયા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂૂપિયા 4.42 લાખની કિંમતના વિદેશી દારૂૂના કુલ 1920 નંગ ચપલા મળી આવ્યા હતા, જેને પોલીસે તુરંત જ જપ્ત કર્યા હતા. પકડાયેલા બંને શખ્સોની પોલીસે આકરી પૂછપરછ શરૂૂ કરતા આ રેકેટના અન્ય તાર પણ ખુલ્યા હતા. કાર ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂૂનો મોટો જથ્થો તેના મોટાભાઈ શિવરાજ ધીરૂૂભાઈએ રફાળા ગામથી ફાડદંગ ગામની સીમમાં ઉતાર્યો હતો. આ જથ્થામાંથી જ આ કારમાં દારૂૂ ભરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફાડદંગ નજીક અન્ય એક કારમાં પણ દારૂૂ ભરેલો હોવાની ચોંકાવનારી કબૂલાત આરોપીએ કરી હતી. આ ચોક્કસ વિગતો મળતા જ પોલીસે મોડું કર્યા વિના ફાડદંગ નજીક વહેલી તકે દરોડો પાડ્યો હતો. જો કે, પોલીસ આવે તે પહેલાં જ ત્યાં હાજર બે શખ્સો પોલીસ વાહનને જોઈને કાર મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે આ બીજી બિનવારસી હાલતમાં પડેલી કારની તલાશી લેતા તેમાંથી પણ વિદેશી દારૂૂની 56 નંગ મોટી બોટલ અને આશરે દોઢેક લાખ રૂૂપિયાની કિંમતના દારૂૂના ચપલા મળી આવ્યા હતા. કૂવાડવા રોડ પોલીસે આ બંને દરોડા દરમિયાન કુલ મળીને રૂૂપિયા 6.06 લાખની કિંમતના 2777 નંગ દારૂૂના ચપલા તથા 56 નંગ દારૂૂની બોટલ જપ્ત કરી છે. આ સાથે ગુનામાં વપરાયેલી બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા અન્ય બે શખ્સો શિવરાજ અને રિકેશ ભરવાડિયાને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ-અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ આદરી છે.
