કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ એજન્સીના સફાઇ કર્મીઓને સૌપ્રથમ વખત સેલેરી સ્લીપ અપાઇ

એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝની જેમ અન્ય કોન્ટ્રાક્ટર પણ અમલ કરે તેવી કામદારોની માંગણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે ફરજ બજાવતા સફાઈ કામદારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સૌપ્રથમ વખત એજન્સીના સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે.
એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા કોન્ટ્રાક્ટ આધારીત ફરજ બજાવતા સફાઈ કામદારોને તેમની માસિક વેતનની વિગત દર્શાવતી સેલેરી સ્લીપ આપવામાં આવી હતી. સેલેરી સ્લીપમાં કર્મચારીનું નામ, કામના દિવસો, ચૂકવાયેલ વેતન, તેમજ લાગુ પડતી કપાતોની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલથી સફાઈ કામદારોને તેમના વેતન અંગે પારદર્શક માહિતી ઉપલબ્ધ થશે તેમજ વેતન ચુકવણી પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા અને જવાબદારી સુનિશ્ચિત થશે. સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના અધિકારોના સંરક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત સંવેદનશીલ અભિગમ અપનાવી વિવિધ હિતલક્ષી પગલાં અમલમાં મૂકી રહી છે.

રિલેટેડ ન્યૂઝ