રાજકોટમાં દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ચાર નસેડી મિત્રો ઝડપાયા

દરોડા દરમિયાન દારૂની બોટલ અને બાઈટીંગ સહિતનો મુદ્દામાલ જપ્ત

રેલનગરમાં સનસ્ટાર એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂૂની મહેફિલમાં દરોડો પાડી પ્ર. નગર પોલીસે ચાર મિત્રોને દબોચી દારૂૂની બોટલ, બાઈટિંગ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. જાણવા મળતી વિગત મુજબ પ્ર. નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ વનરાજભાઈ બોરીચા, રીયાજભાઈ ભીપૌત્રા અને ચાપરાજભાઈ ખવડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન સ્ટાફને રેલનગર સનસ્ટાર એપાર્ટમેન્ટમાં બ્લોક નં.608 મા વિદેશીદારૂૂ પીવાની મહેફીલ ચાલુ છે તેવી ચોકકસ બાતમીના આધારે સનસ્ટાર એપાર્ટમેન્ટમાં બ્લોક નં.608 માં દરોડો પાડ્યો હતો. પોલીસે રહેણાંક મકાનનો દરવાજો ખખડાવતા એક શખ્સે નામ પુછતા પોતાનુ નામ ક્રુતીશ નીલેશ સોલંકી હોવાનુ જણાવેલ અને મકાનમાં તપાસ કરતા પ્રથમ હોલ બાદ એક રૂૂમ આવેલ હોય જે રૂૂમમાં ત્રણ શખ્સો ગોળ કુંડાળુ વાળી બેસેલ અને વચ્ચે પ્લાસ્ટીકના ચાર ગ્લાસ તથા વિદેશી દારૂૂની બોટલ નંગ 03 મળી આવી હતી.
પોલીસે ચારેય શખ્સોના નામ પૂછતા પોતાના નામ ક્રુતીશ નીલેશ સોલંકી, આકાશ બંશીલાલ પંચાલ, કેવીન રાજેશ સોનીગ્રા અને શીવમ જગદીશ વિશ્ર્વકર્મા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી દારૂૂની ત્રણ બોટલ, વેફર, વટાણા અને મગદાળ સહિતનું બાઈટિંગ કબ્જે કરી ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ચારેય શખ્સો મોબાઇલની દુકાનમાં કામ કરતા હોય અને મિત્રો હોય જેથી રજાનો દિવસ હોવાથી દારૂૂની મહેફીલ માણતા હોવાની સામે આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ