પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત આવેલી યુવતીએ અકળ કારણોસર પગલુ ભર્યું: પરિવારમાં શોક

રાજકોટમાં નેપાળી પરિણીતાએ પિતાના ઘરે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજકોટના દુધસાગર રોડ પર આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતી 25 વર્ષીય નેપાળી પરિણીતા ભગવતીબેન પવનભાઈ પરિહારના આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ઘટનાના મંગળવારે ભગવતીબેન ઘરેથી અમન મુસ્લિમ નામના યુવાન સાથે નીકળી ગયા હતા, જે બાબતે તેમના પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, પિતા સુરજસિંગ દ્વારા સંપર્ક સાધતા તે પરત ફરી હતી. આ પ્રકરણમાં થોરાડા પોલીસ મથકે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ પતિ પવનભાઈએ પણ રાત્રિના સમયે પત્નીને પ્રેમથી સમજાવ્યા હતા અને જે થયું તે ભૂલીને જીવનમાં આગળ વધવા માટે આશ્ર્વાસન આપ્યું હતું, પરંતુ કદાચ ભગવતીબેનના મનમાં કંઈક અલગ જ દુવિધા ચાલી રહી હતી.
ઘટનાના દિવસે પતિ સવારે પોતાના કામ પર નીકળી ગયા હતા અને પિતા સુરજસિંગ પોતાના ઘરે હતા. આ દરમિયાન ભગવતીબેને માનસિક વ્યથામાં આવીને સૌપ્રથમ પોતાના હાથ પર બ્લેડ વડે છરકા કર્યા હતા. આ સમયે માતા જમનાબેન કોઈ કામસર બહાર ગયા હતા. જ્યારે માતા પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ટીવીનો અવાજ ખૂબ વધારે આવતો હતો. દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા તેમણે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદરનું દ્રશ્ર્ય અત્યંત હૃદયદ્રાવક હતું; ભગવતીબેન પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં મૃતકે સ્પષ્ટપણે લખ્યું હતું કે આ પગલું ભરવા માટે તેમના પર કોઈનું પણ દબાણ નથી

રિલેટેડ ન્યૂઝ