પોક્સોના ગુનામાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો


સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગૂનામાં ધરપકડ થઈ તી

પડધરી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલત દ્વારા મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ પડધરી પંથકની સગીરા સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની યશ ઉર્ફે ઓડી ભુપતભાઈ મકવાણા વિરુદ્ધ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં પોલીસે આરોપી યશ ઉર્ફે ઓડી ભુપતભાઈ મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી યશ ઉર્ફે ઓડી મકવાણાએ જામીન મુક્ત થવા પોતાના વકીલ મારફત કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ રાખી દલીલ કરી હતી કે, આરોપી અને ભોગબનનાર વચ્ચે અગાઉથી મીત્રતા અને પ્રેમ સબંધ હતો. આરોપી કયાંય નાશી ભાગી જાય તેમ નથી તેમજ ટ્રાયલ ચાલતા સમય લાગે તેમ હોય વિગેરે દલીલો કરેલ હતી જે ધ્યાને લઇ સ્પે.પોકસો કોર્ટ દ્વારા આરોપીને શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીતેન્દ્રસિંહ વી. પરમાર, રાજેન્દ્રસિંહ વી. પરમાર, ચિરાગભાઈ મેતા, સચીનભાઈ સોલંકી, ઈકબાલભાઈ થૈયમ, એસ.એમ. ડાભી અને મહેશ તાવીયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ