બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવા સુચન
ઉપલેટા નગરપાલિકાના બાંધકામ ચેરમેન મનોજભાઇ નંદાણીયા એ જણાવેલ છે કે હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે વરસાદના આગમન સાથે હરિયાળી અને ઠંડક નું વાતાવરણ સર્જાયું છે પરંતુ તેની સાથે અનેક પ્રકારના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું જોખમ પણ વધી જાય છે જો સમયસર યોગ્ય સાવચેતી રાખવામાં ન આવે તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા, ટાઇફોડ, કમળો, ઝાડા ઉલટી અને અન્ય ચેપી રોગો ઝડપથી ફેલાઈ શકે છે.
ચોમાસા દરમિયાન દરેક નાગરિકો એ પોતાના ઘર આંગણું શેરી અને આસપાસના વિસ્તારોની સ્વચ્છતા જાળવવાની જવાબદારી સ્વીકારવી જોઈએ ખાસ કરીને ઘર નજીક પડેલા બિનજરૂરી જાળી જાખરા ઘાસ કચરો અને જંગલી વનસ્પતિને તાત્કાલિક દૂર કરવી જરૂરી છે આવા સ્થળો મચ્છરો જીવજંતુઓ અને ઝેરી પ્રાણીઓ માટે આશ્રય સ્થાન બની શકે છે જે આરોગ્ય માટે જોખમ રૂપ સાબિત થાય છે.
વરસાદી પાણી જ્યાં ત્યાં ભરાઈ રહે તે મચ્છરોના પ્રજનન માટે સૌથી અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરે છે ઘરની આસપાસ પડેલા ટાયર, તૂટેલા વાસણો, કુંડા, પાણીની ટાંકી, નળિયા અથવા અન્ય કોઈપણ જગ્યાએ પાણી ભરાયેલું હોય તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ માત્ર થોડું પાણી પણ મચ્છરોના વિકાસ માટે પૂરતું હોય છે તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ઘર અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવું જરૂરી છે.
ચોમાસા દરમિયાન પીવાના પાણીની શુદ્ધતા જાળવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગો ઝડપથી ફેલાય છે પીવાનું પાણી ઉકાળીને અથવા ફિલ્ટર કરીને જ ઉપયોગમાં લેવું જોઈએ ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવા જોઈએ ખુલ્લામાં મળતી અશુદ્ધ ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવા અને ભોજન પહેલા તથા સોચ ક્રિયા બાદ હાથ ધોવાની ટેવ રાખવી જોઈએ તેવું અંતમાં જણાવેલ છે.
