શહેરમાં દેશી વિદેશી દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને બુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે હોય પીસીબીની ટીમે કેનાલ રોડ ઉપર પેટ શોપ ચલાવતા શખ્સની દુકાન પાસેના ડેલામાં દરોડો પાડી રૂૂ.3.32 લાખની 1152 બોટલ વિદેશી દારૂૂ સાથે વેપારીની ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ પી.સી.બી.ના પી.આઈ એમ.આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતી. આ પેટ્રોલીંગ દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે કેનાલ રોડ, હાથીખાના મેઇન રોડ પર પેટ શોપ કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસ આશ્રમ પાસેની ચામુંડા સોસાયટીનો રહેવાસી ચલાવતા મનોજભાઇ શંકરભાઇ રામાવતના પેટ શોપ પાસે પેટ શોપને લગતી વસ્તુ સગ્રહ માટે ભાડે રાખેલ ડેલામાં દરોડો પાડ્યો હતો. ડેલા માંથી વિદેશી દારૂૂના મોટા જથ્થા મનોજને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પીસીબીની ટીમે સ્થળ પરથી રૂૂ.3.32 લાખની કુલ 1,152 બોટલ દારૂૂ કબજે કર્યો હતો. પોલીસ કમિશ્ર્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી આ સફળ ઓપરેશન પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા અને પીએસઆઈ પી.બી. ત્રાજીયા તથા આર.કે. જાડેજાની આગેવાની હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ રેડમાં એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્ર્યામસિંહ ચૌહાણ , કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી તેમજ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ પોલીસ દ્વારા થતા ગેરવર્તન અને ખોટી ફરિયાદો સામે વકિલોમાં રોષ
યુનિવર્સિટી પોલીસ મથકે અરજદાર સાથે ગયેલા વકિલ સહિત પાંચ લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ : માર... -
ઉપલેટાવાસીઓને ચોમાસામાં ઘરમાં સ્વચ્છતા જાળવવા પાલિકાની અપીલ
બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવા સુચન ઉપલેટા નગરપાલિકાના બાંધકામ ચેરમેન મનોજભાઇ નંદાણીયા એ જણાવેલ છે કે હાલ... -
ગોંડલની સરકારી હોસ્પિટલ અને હેરિટેજ તાલુકા સ્કુલ બિલ્ડીંગની તંત્ર દ્વારા સફાઈ
ચોખ્ખુ ચણાક થતા રાજાશાહી સમયના બિલ્ડીંગની મૂળ ઓળખ ફરી નજરે પડી ગોંડલ ની સરકારી હોસ્પિટલ શહેર...
