ત્રણ વર્ષના સમયગાળા માટે નવા સભ્યોની નિમણુક કરાઈ
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલ સલાહકાર સમિતિ અને જેલ મુલાકાતી બોર્ડમાં બિન-સરકારી સભ્યોની નિમણૂક કરવા બાબતે જેલ અધીક્ષકની યાદી મુજબ પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બે અલગઅલગ પત્રો જાહેર કરીને આ બંને સમિતિઓમાં પ્રતિષ્ઠિત રાજકીય અને સામાજિક અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે.આ તમામ નિમણૂકો આગામી ત્રણ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા. 30/ 05ના પત્ર અન્વયે રાજકોટ મધ્યસ્થ જેલની જેલ સલાહકાર સમિતિમાં બિન-સરકારી સભ્યો તરીકે જે 6 મહાનુભાવોની 3 વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે તેમાં મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સામાજીક કાર્યકર નિલેષભાઇ દોશી, સામાજીક કાર્યકર પરિમલભાઈ પરડવા અને સામાજીક કાર્યકર પ્રવિણાબેન રંગાણીનો સમાવેશ થાય છે. તેમજ રાજ્ય સરકારના ગળહ વિભાગના તા. 01/06ના પત્ર અનુસાર રાજકોટ મધ્યસ્થ જેલના જેલ મુલાકાતી બોર્ડમાં બિન-સરકારી સભ્યો તરીકે 9 મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક પણ 3 વર્ષ અથવા તેઓ હોદ્દા પર રહે ત્યાં સુધી અથવા ધારાસભ્ય તરીકેના તેઓના પદનો અંત આવે એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશ. જેમાં મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, સામાજીક કાર્યકરો ઘનશ્ર્યામસિંહ રાઠોડ, સિધ્ધરાજસિંહ જાડેજા, ઇલાબેન પંડયા અને પ્રવિણાબેન રાઠોડનો સમાવેશ થાય છે.
