રાજકોટમાં પરણીત પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ ફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો

પ્રેમિકાને પતિએ પરત નહી મોકલતા પ્રેમાંધ યુવાને પગલુ ભરી લીધુ

શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં થોરાળા વિસ્તારમાં રહેતા યુવકને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબધ હતો. પરંતુ મહિલાનો પતિ તેને મોકલતો ન હોવાથી હતાશામાં આવી પ્રેમીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક એક બહેનનો એકનો એક ભાઇ હોવાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ધોરાજીનો વતની અને હાલ રાજકોટમાં થોરાળા વિસ્તારમાં આવેલા રામનગર શેરી નં.5માં રહેતા ફીરોજ કાદરભાઇ દાતાણી (ઉ.વ.28)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે લોખંડના પાઇપમાં ઓછાળ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ફીરોજ એક બહેનનો એકનો એક મોટોભાઇ હતો. તે રાજકોટમાં રહી ફૂટનો ધંધો કરતો હતો. વધુ તપાસમાં તેને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબધ હતો. જો કે મહિલાનો પતિ તેની પત્નીને મોકલતો ન હોય જેથી પ્રેમમાં હતાશા મળતા યુવાનને લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ