નાલંદા તીર્થધામ ઇન્દુબાઇ સ્વામી શરણ મમ: ના નાદથી ગુંજશે
ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય ઇન્દુબાઇ મહાસતીજીની ચૌદમી વાર્ષિક પુણ્યતિથિ દિન નિમિતે સમગ્ર રાજકોટ લેવલે પુણ્યા શ્રાવકની ત્રણ સામાજીક સાથે દિવ્ય જાપ રાજકોટના આંગણે અનેરૂ આયોજન તા.7/7ને મંગળવારના રોજ ભગવાનતુય મોટા સ્વામીનો સ્મૃતિદિન હોવાથી સવારે 10:30 થી 1 વાગ્યા સુધી તિરંગી સામાયીક સાથે દિવ્ય જાપ રાખેલ છે. તેમાં સર્વ ભાઇ-બહેનોએ સામાયિકના ઉપકરણો સાથે વહાઇટ ડ્રેસકોડમાં પહોંચવાનું છે. 10:30 કલાકે પાસ આપી દેવામાં આવશે. આ આયોજનમાં સમય, શિસ્ત, ડિસીપ્લીન જાળવવાની છે. 10:45 થી 11:0 સુધી ઇન્દુબાઇ સ્વામી તીર્થધામથી ઇન્દુબાઇ સ્વામી ચોક સુધી શ્રધ્ધાંજલી રૂપે ઇન્દુબાઇ સ્વામી અમર રહોના નાદ સાથે મૌન યાત્રા નીકળશે. તા.7/7ને મંગળવારે સવારે સોનલ સદાવત સમારોહ માનવ રાહતના સ્વધર્મી બંધુઓ માટે નવકારશીનું આયોજન 9-30 થી 10-30 સુધી જીવદયા મહોત્સવ સહારાદાન બરાબર 12:20 થી 12:39 સુધી દિવ્યજાપ દિવ્યજાપનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મોા મહાસતીજીના નામસ્મરણથી પણ આપણા પાપ ધોવાય છે. 81 વર્ષની ઉંમરે પણ પોતે આગમ અધ્યયન કંઠસ્થ કરતા અને કહેતા કે ભવાંતરમાં મારે આ બધુ સાથે લઇ જવું છે. નવકારમંત્ર અને સત્યના ચાહક અને ઉપાસક હતા રોજની 11000 ગાથાનો સ્વાધ્યાય અને 151 માળા કરતા હતા. આવા સાધ્વી રત્ના હવે જોવા નહી મળે તેનો અફસોસ છે. નિખાલસ નેચર, સત્ય પ્રત્યે સમર્પિત અંતિમ સમય સુધી પ્રવચન આપ્યું. સાધુના હાડાના સમર્થ અને સક્ષમ સાધ્વીરત્ના હતા. કોઇનું નામ ભુંસીને નહી પણ હંમેશા નવી લીટીના દોરનારા હતા. સર્વનું ભલુ કરવાવાળા હતા. સંઘર્ષને નહી સમાધાનને મહત્વ આપતા હતા. સમગ્ર ગોંડલ સંપ્રદાયના સાધુ-સંતોને તેઓ પોતાના માનતા અને મારાપણાનો ભાવ હતો. શાસન અને સંપ્રદાયના કામ માટે હરદમ તૈયાર એકતાના મુખ્ય જશનામી એકવચની સાધ્વીરત્ના હતા. છેલ્લે પણ સમાધિભાવ સાથે પ્રસન્નતાપુર્વક અરિહંત જપતા જપતા સંથારો સીજી ગયો અને છેલ્લો શ્ર્વાસ પૂર્ણ થયો. દૈદિપ્યમાન તેજસ્વી સિતારો અસ્ત થયો અને ખુલ્લી આંખે સ્વામીજીની ચિરવિદાય તે કદી પણ ભુલાય તેમ નથી.
