સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન તથા ચિરંતન રસાયણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 8 થી 10 જુલાઈ દરમિયાન આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદ ’રસાયણ-23’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પરિસંવાદ સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રીઝ: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી વિષયને કેન્દ્રમાં રાખીને યોજાશે. કાર્યક્રમ હાઇબ્રિડ સ્વરૂૂપે (ઓફલાઇન તથા ઓનલાઈન) યોજાશે, જેમાં દેશવિદેશના વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ યુવા સંશોધકો ભાગ લેશે. પરિસંવાદ દરમિયાન એડવાન્સ્ડફંક્શનલ મટિરિયલ્સ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી, નેનો ટેકનોલોજી, પોલિમર કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી અને કમ્પ્યુટેશનલ કેમિસ્ટ્રી જેવા આધુનિક અને સમાજલક્ષી વિષયો પર વિશેષ વૈજ્ઞાનિક સત્રો યોજાશે. આ મંચ વિવિધ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે જ્ઞાનના આદાન- પ્રદાન અને વૈશ્ર્વિક સહયોગને વધુ મજબૂત બનાવશે. આ સિમ્પોઝિયમનો સૌથી મોટો લાભ આપણા વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને મળશે. આ તમામ વૈજ્ઞાનિકો રાજકોટમાં, આપણા કેમ્પસમાં આવશે. જેથી આપણા વિદ્યાર્થીઓને નવીન સંશોધન વિશે જાણવાની, કારકિર્દી માટે માર્ગદર્શન મેળવવાની, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો પાસેથી પ્રેરણા મેળવવાની અનોખી તક મળશે. આ આયોજનના પેટ્રન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ઉત્પલ એસ. જોશી, ઈછજના પ્રમુખ પ્રો. બ્રજ ગોપાલ બાગ તથા સેક્રેટરી પ્રો. સી.વી. યેલામગડ કામગીરી સંભાળી રહ્યા છે. પરિ સંવાદના ક્ધવીનર તરીકે પ્રો. ઉમેદ સી. ભોયા, કો-ક્ધવીનર તરીકે પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ તેમજ પ્રો. રંજન સી. ખૂંટ કામગીરી કરી રહ્યા છે. તેમજ અધ્યાપકો ડો. ફાલ્ગુની ડી. કારિયા, ડો. તેજલ ડી. ભટ્ટ, ડો. પૂજા એમ. ભંડેરી અને પ્રિયાંક એમ. શાહ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમજ યુનિવર્સિટીનાં વિવિધ ભવનનાં અધ્યાપકો ડો. વી. જે. કનેરિયા, ડો. બી. આર. કટારીયા, ડો. પી. વી. પટેલ, સ્થાનિક આયોજક તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. આ પરિષદમાં શ્રેષ્ઠ થિસિસ એવોર્ડ વિજેતાઓ ડો. પૂજા એમ. ભંડેરી, ડો. પૂજા એમ., ડો. મણિકંઠ પી. એન., ડો. જયદીપ પોલ, ડો. આકાંક્ષા શર્મા, ડો. આખી દાસ, ડો. નરેશ કે. એસ.,ડો. નૂપુર નાગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિમ્પોઝીયમાં દેશવિદે શના વિવિધ નામાંકિત વૈજ્ઞાનિકોએ કરેલ વિશિષ્ટ સંશોધન અને પ્રદાનને રજુ કરશે, અને તેમને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, લિડરશીપ એવોર્ડ, ગોલ્ડ મેડલ એવોર્ડ, રિસર્ચ પાર્ટનરશીપ અને ટ્રાન્સલેશન એવોર્ડ, સિલ્વર સ્ટાર એવોર્ડ, સિલ્વર મેડલ એવોર્ડ, બ્રોંઝ મેડલ દ્વારા સમ્માનિત કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે ભજ્ઞક્ષરયયિક્ષભયભવયળશતિિું તફીીક્ષશ.ફભ.શક્ષ પર ઈમેલ કરી શકાય છે અથવા ક્ધવીનર ડો. ઉમેદ સી. ભોયા (મો. 98242 03183), નો સંપર્ક કરી શકાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન-સંકુલ ખાતે ‘ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ટીરીઅર ડીઝાઇન-રાજકોટ ચેપ્ટર’ના સ્થાપના-દિવસની ઉજવણી
અનિશ્ચિત હવામાન અને પ્રદુષિત પર્યાવરણના સાંપ્રત કપરા કાળમાં પ્રકૃતિ અને પર્યાવરણનું જતન અને સંવર્ધન અનિવાર્ય જરૂરિયાત... -
કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની સુવિધા પણ મળશે
મહીનાના અંતમાં વ્યવસ્થા અમલી કરાશે રાજકોટ કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં લાંબા સમયથી આધાર કાર્ડ માટેની... -
તાવથી એક બાળકનું મૃત્યુ નિપજયું શહેરમાં ઉકળાટ અને વરસાદી વાતાવરણમાં વાયરલ રોગચાળાના 1741 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી-ઉકળાટ અને વરસાદી વાતાવરણ વચ્ચે એક અઠવાડિયામાં શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલ્ટીના કુલ 1741 કેસ...
