નિષ્ણાંત તબીબોએ માર્ગદર્શન આપ્યું: પ00થી વધુ તબીબો જોડાયા
આયુષ ફેડરેશન ઓફ રાજકોટના પ્રમુખ પ્રેકટોલોજીસ્ટ ડો.એમ.વી.વેકરીયાની યાદી જણાવે છે કે તાજેતરમાં ફેડરેશન દ્વારા ગ્રાન્ડ સીએમઇનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રાઇમ હોસ્પીટલના મેનેજીંગ ડિરેકટર ગેસ્ટોલોજીસ્ટ ડો.કે.કે.રાવલ અને તેમની પુરી ટીમ એ એ0ડોસ્કોપ અથવા લેપ્રોસ્કોપ દ્વારા આંતરડાની વિવિધ રોગો પર સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર દ્વારા એડવાન્સ ટેકનોલોજીથી તબીબોને માહીતગાર અપડેટ કરવા માટે રાખવામાં આવેલ ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ. આ ખાસ કાર્યક્રમમાં પ00 જેટલા વિશાળ ડોકટર તબીબોએ હાજરી આપેલ. આ મેગા ગ્રાન્ડ સીએમઇનું ઉદઘાટન મેયર નેહલ શુકલના હસ્તે કરેલ. તેમણે ફેડરેશનના અનેક આરોગ્યલક્ષી અને હેલ્થ અવેરનેસ સીએમઇ જેવા પ્રોગ્રામ ગોઠવવા બદલ ફેડરેશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા અને તેમની પુરી ટીને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે ડો.કે.કે.રાવલ અને તેમની ટીમના અન્ય ગેસ્ટોલોજીસ્ટ ડો.ચિંતન કણસાગરા, ડો.અવલ સાદીકોટ, ડો.ભરત નંદાણીયા, ડો.પુલકીત પટેલ, ડો.પ્રદીપ મકવાણા, ડો. ઘનશ્યામ લાડુમીર અને ડો.તપન પરીખની પુરી ટીમ દ્વારા આંતરડાના રોગો પર પેનલ ડિસ્કશન દ્વારા પ00 ડોકટરોને ઉતમ સારવારથી માહીતગાર કરેલ. આ ગ્રાન્ડ સીએમઇમાં ડો.અનવી વ્યાસ એ તબીબોને ખુબ હસાવ્યા હતા. પ્રમુખ ડો.એમ.વી.વેકરીયાએ જણાવેલ કે ફેડરેશન સતત 1પ વર્ષથી કાર્યશીલ છે. 1700 તબીબોની સભ્ય સંખ્યા છે. ગુજરાતમાં આયુષ તબીબોની સંખ્યા 7પ00 છે. હેલ્થ અવેરનેસ અને સમાજના આરોગ્યલક્ષાી કાર્યક્રમમાં સરકરાર સાથે રહીને ફેરડશેન કાર્ય કરતુ રહે છે. મંત્રી કિશોર દેવલીયાએ તબીેબો અને મહેમાનોને વેકલમ સ્પીચ આપેલ અને ડો. નરેન્દ્ર વિસાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. આ મેગા સીએમઇને સફળ બનાવવા માટે પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા, સેક્રેટરી કિશોર દેવલીયા, ડો.નરેન્દ્ર વિશાળ, પ્રજેકટ ચેરમેન અને વાઇસ પ્રેસીડન્ટ ડો.મહેશ શિંગાળ, વાઇસ ચેરમેન આરોગ્ય સમીતી આરએમસી ડો.શૈલેષ વિશાણી, ટ્રેઝરર ડો.સમીર ખુટ, જોઇન્ટ સેક્રેટરી ડો.દેવેશ જોશી, જોઇન્ટ સેક્રેટરી ડો.ભાવેશ પરમાર, ડો. અરવિંદ ભટટ્ટી, ડો.વિનોદ રાણપરીયા, ડો.જયેશ રાજયગુરૂ, ડો.વિશાલ ભીમજીયાણી, ડો. હિમાંશુ પરમાર, ડો.દેવધર રામોલીયા અને ડો. દિલીપ મારકણી વગરે ડોકટરોએ આસીએમઇને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
