ઔદ્યોગિક નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને અપાશે માર્ગદર્શન
ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ, રાજકોટ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી ભવ્ય ઓરિએન્ટેશન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને કોલેજ જીવનની સફળ શરૂઆત સાથે જીવનકૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ તરફ પ્રેરિત કરવાના હેતુથી “”skill based education – Beyond Book””” અંતર્ગત વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શન સાથે કૌશલ્ય આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણ, સંસ્થાના મૂલ્યો, શિસ્ત, ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રોના અનુભવી શિક્ષણવિદો, કોર્પોરેટ ટ્રેનર્સ અને ઉદ્યોગજગતના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને અસરકારક સંવાદ કૌશલ્ય વ્યક્તિત્વ વિકાસ, ટીમ બિલ્ડિંગ, બિઝનેસ ઇમોશન્સ, માઇન્ડ પાવર, સેલ્ફ કેર એન્ડ ગ્રૂમિંગ તેમજ જીવનમાં સફળતા માટે જરૂરી વિવિધ કૌશલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને કોલેજના વિવિધ વિભાગો, સુવિધાઓ અને સમગ્ર કેમ્પસથી પરિચિત કરાવવા માટે ટ્રેઝર હન્ટ જેવી રોમાંચક અને સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ ખાતે આર્ટિફિશ્યિલ ઇન્ટેલીજેન્સ (અઈં), વુમન એમ્પવરમેન્ટ અને સ્માર્ટ સ્કિલ બેઝડ લર્નિંગ મોડલ વિશે વિસ્તુત્ત જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે આશિષ આપ્યા હતા. ફાધર જોમોન એક મેનેજમેન્ટ એક્સપર્ટ તરીકે વિદ્યાર્થીઓ ની વિશેષ સેમિનાર લેશે જેમા જેના દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન અને સેલ્ફ કોન્ફિડેન્સ મળશે. તેઓ એ આવનારા દિવસો મા ઇન્ડસ્ટ્રીઅલ એક્સપર્ટ્સ જેમ કે ડો સ્વાતિ દોશી, વ્યોન ફરનાનડીસ, ભૌમિક ભટ્ટ, રિચા ભાગદેવ, ડો અભિજીતસિંહ વાળા, નિમિત ગણાત્રા, અક્ષીત ગોંધિયા, વગેરે જે વિદ્યાર્થીઓ ને તાલીમ આપશે તેમના વિશે માહિતી આપી હતી.
