જીપીએસસી દ્વારા કરાઇ પસંદગી: વૈજ્ઞાનિક સાધનો દ્વારા ગુનાહિત તપાસ કરશે
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC ) દ્વારા રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (Regional Forensic Science Laboratory – RFSL) માટે સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ) વર્ગ-2ની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. પસંદગી પામનાર ઉમેદવારોની નિમણૂક ગુજરાત રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (Regional Forensic Science Laboratories – RFSLમાં કરવામાં આવશે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓમાં ડો. હિમાંશુ દધીચ, જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી. તથા પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, યુવરાજસિંહ ડોડિયા, જે હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી.નાં અભ્યાસ સાથે સંશોધન કાર્ય કરી રહ્યા છે તેમજ શ્રી યુવરાજ ચંદુ, જેમણે ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમનો સમાવેશ થાય છે. ડો. હિમાંશુ દધીચયે ડો. પિયુષ એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ઈવફલિય ઝફિક્ષતાજ્ઞિિં ફક્ષમ છયહફયિંમ ખયભવફક્ષશતળત રજ્ઞિ ખફક્ષલફક્ષશયિં-બફતયમ ઇંયયિંજ્ઞિતિિીંભિીંયિત વિષય પર પીએચ.ડી. પૂર્ણ કરેલ છે. જ્યારે યુવરાજસિંહ ડોડિયા ડો. જે. એ. ભાલોડિયાના માર્ગદર્શન 6 છજ્ઞહય જ્ઞર ઉજ્ઞાફક્ષિં શક્ષ વિંય ઙજ્ઞિાયિશિંયત જ્ઞર ખફક્ષલફક્ષશયિં ફક્ષમ ખીહશિંરયિજ્ઞિશભ ખફયિંશિફહત વિષય પર પીએચ.ડી. સંશોધન કરી રહ્યા છે. આ બંને સંશોધન વિષયો આધુનિક મટીરિયલ્સ સાયન્સ અને ક્ધડેન્સ્ડ મેટર ફિઝિક્સના મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે, જે વિદ્યાર્થીઓની મજબૂત વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ દર્શાવે છે. ફોરેન્સિક ફિઝિક્સ એ ફોરેન્સિક વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે, જેમાં ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો અને આધુનિક વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગ દ્વારા ગુનાહિત તપાસમાં મળતા ભૌતિક પુરાવાઓનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરવામાં આવે છે. માર્ગ અકસ્માતોનું વૈજ્ઞાનિક પુનર્નિર્માણ, બેલિસ્ટિક્સ,, ઓડિયો-વિડિયો પુરાવાઓનું વિશ્ર્લેષણ તથા અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણોમાં ફોરેન્સિક ફિઝિક્સનું વિશેષ મહત્વ છે. આ ક્ષેત્રમાં સાયન્ટિફિક ઓફિસર તરીકેની પસંદગી ઉચ્ચ કક્ષાની વૈજ્ઞાનિક ક્ષમતા, વિશ્ર્લેષણાત્મક વિચારશક્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શનનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફ. નિકેશ એ. શાહ તથા વિભાગના અધ્યાપકવૃંદે ત્રણેય સફળ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
