રાજકોટમાં સૌરાષ્ટ્રઝોનની ત્રણ દિવસીય સમીક્ષા બેઠકનો પ્રારંભ
રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (અઈંઈઈ) તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી તથા રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, અખિલ ભારતીય કોંગ્રેસના ગુજરાતના સહપ્રભારીઓ, તેમજ પ્રદેશના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ચૂંટણીલક્ષી તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ આગામી દિવસોમાં સંગઠનાત્મક માળખું વધુ સશક્ત ને તે માટે માર્ગદર્શિકા અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. આ ઉપરાંત, ચૂંટણી દરમિયાન વિવિધ આગેવાનો અને કાર્યકરોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની આગામી ભૂમિકા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સંગઠનને કેન્દ્રસ્થાને રાખીને વધુ સક્રિય, મજબૂત અને અસરકારક રીતે કાર્ય કરવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં ખાસ કરીને બૂથ સ્તરથી લઈને જિલ્લા અને શહેર સંગઠન સુધી વધુ અસરકારક સંકલન ઉભું થાય, દરેક કાર્યકર સુધી સંગઠનની જવાબદારી અને કાર્યક્રમો પહોંચે તેમજ જનતા વચ્ચે કોંગ્રેસ પક્ષના વિચારો અને જનહિતના મુદ્દાઓને વધુ મજબૂતીથી લઈ જવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આગામી સમયમાં સંગઠનાત્મક ાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને ચૂંટણીલક્ષી તૈયારીઓને વધુ વેગ આપવા માટે જરૂૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
