મવડી સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઉપલબ્ધ વૈશ્ર્વિક કક્ષાની સુવિધાઓનું નિરીક્ષણ

સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળીયાએ રૂબરૂ મુલાકાત લઇ જરૂરી સુચનો આપ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં નિર્મિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (જઅૠ) અને રાજકોટ મહાનગરપાલિકાની સંયુક્ત એસ.પી.વી. (જઙટ) ’રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન’ (છજઙઋ) સંચાલિત ’શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ’ ખાતે તા. 06 સોમવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉપલબ્ધ જુદી જુદી રમતગમતની અદ્યતન સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું, તેમજ ત્યાની રમત વિષયક પ્રવૃત્તિઓ અંગેની ઝીણવટભરી માહિતી મેળવીને વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ સાથે જ તેમણે રાજકોટના ખેલાડીઓ અને નાગરિકોને આ વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીની આ મુલાકાત દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર હેડ ક્વાર્ટરશ્રી વી. ડી. ઘોણીયા, રેસકોર્સ સંકુલના મેનેજરશ્રી હિતેશ ભસોટિયા, આસિસ્ટન્ટ એન્જીનિયર (રોશની) લક્ષ્મણભાઈ પરમાર, તેમજ આર.એસ.પી.એફ. (છજઙઋ) ના સી. ઓ. ઓ. રાજદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચેરમેનશ્રીને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓથી માહિતગાર કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ