રાજકોટમાં બે સ્થળે જુગાર રમતા 11 શકુની ઝબ્બે
બાલાજી હોલ પાસે આવેલી શ્રીરામ પાર્ક સોસાયટી શેરી નં.5માં રહેતો અશ્ર્વિન તાળા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મકાન માલીક અશ્ર્વિ રણછોડભાઇ તાળા, ઉપરાંત જય અમન પટેલ, પ્રીન્સ અશ્ર્વિન તાળા, અકુંર ડેર અને શૈલેષ પુનાભાઇ ટાંકને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.62,200ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ત્રાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન નાનામવા મેઇન રોડ પર આશ્રય એપાર્ટમેન્ટમાં બી.101માં પોલીસે દરોડો પાડી જુગાર રમતા હરેશ કેશવજીભાઇ ભીમાણી, ઉપરાંત સંદિપ અંબાવીભાઇ હીનશુ, ડેનીશ ચંદુભાઇ ડેડકીયા, જસ્મીન હંસરાજભાઇ મણવર, હાર્દિક પ્રવિણભાઇ ગોરીયા અને પાર્થ ઉદયભાઇ હાસલીયાને ઝડપી પાટી પટ્ટમાંથી રૂા.57000ની રોકડ કબજે કરી તમામ વિરૂધ્ધ જુગાર ધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માનસિક બિમારીથી કંટાળી યુવાને ફાંસો ખાધો
નવાગામમાં રહેતાં જગદીશ ચોથાભાઈ વાઘાણી (ઉ.40) રાત્રીના સમયે પોતાના ઘરે હતો ત્યારે માનસિક બિમારીથી કંટાળી લાકડાની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ફાંસો ખાતા માતા જોઈ જતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
રાજકોટમાં બે સ્થળે યુવાન અને આધેડ ઉપર હુમલો
થોરાળામાં રહેતા વિજયભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.48) રાત્રીના સમયે થોરાળા વિસ્તારમાં ઈંડાની લારીએ ઉભા હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ સામુ કેમ જુવે છે ? આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બીજા બનાવમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ પીઠડ આઈ સોસાયટીમાં રહેતાં વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ સાથે જયેશ અને ટકા નામના શખ્સે ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંનવેજના ધંધાર્થીએ ધમકી આપી મિત્રને માર માર્યો
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ વિસ્તારના રહીશ સોહીલ ઇબ્રાહીમભાઈ ખેબર નામના યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અનિશ પીપરાણા અને તેના ત્રણ સાથીદારો, મુન્નો, બાબલો તથા શાહરૂૂખે મળીને તેને તથા તેના મિત્રને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ યુવકના ઘરે પહોંચીને ધોકા જેવા હથિયાર બતાવી ગાળો ભાંડતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર વિવાદનું મૂળ કામ છોડી દેવા બાબતે રહેલો જૂનો ખાર છે. ફરિયાદી યુવક અગાઉ આરોપી અનિશની લોધિકા સ્થિત ચિકન શોપમાં કામ કરતો હતો. તે સમયે ફરિયાદીએ આરોપી પાસેથી ત્રીસ હજાર રૂૂપિયા લીધા હતા, જે સમય જતાં તેણે પરત પણ કરી દીધા હતા. જોકે, ત્યારબાદ ફરિયાદીએ ત્યાં કામ કરવાનું છોડી દીધું હતું. આ બાબતનો ખાર રાખીને આરોપી અનિશ વારંવાર ફરિયાદીને કામ પર પાછા આવવા માટે દબાણ કરતો હતો અને જ્યારે ફરિયાદીએ કામ પર જવાની ના પાડી, ત્યારે આરોપી ઉશ્ર્કેરાઈ ગયો હતો. આરોપીઓએ પહેલા ફરિયાદીના ઘરે આવીને તેને શોધ્યો હતો અને ગાળો આપી હતી. ત્યારબાદ, તેમણે ફરિયાદીના મિત્ર સોહીલને રસુલપરામાં આંતરીને ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ફરિયાદીના ફોન પર જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બી.એન.એસ.ની કલમ 115(2), 351(2), 352, 3(5) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મિયાત્રાને સોંપવામાં આવી છે.
શહેરમાં બિભસ્ત ચેનચાળા કરતી 7 મહિલા ઝડપાઈ
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક જાહેર રસ્તા પર કેટલીક મહિલાઓ દ્વારા બિભત્સ ચેનચાળા અને અશ્ર્લીલ કૃત્યો કરવામાં આવતા હોવાની ફરિયાદો અવાર-નવાર મળતી હતી. આ ફરિયાદોને આધારે ોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ કર્મચારી પ્રિયંકાબા ભીખુભા જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી પેટ્રોલીંગ દરમિયાન આ મહિલાઓને જાહેરમાં આવતા-જતા પુરુષોને ખરાબ શબ્દો બોલી અને બિભત્સ ઇશારા કરીને અશ્ર્લીલ કૃત્યો કરવા માટે લલચાવતી સ્થિતિમાં રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી આ પ્રકરણમાં જાઘઊવીબેન મિલનભાઈ પંચોલી, મુસ્કાન ઇસ્માઇલભાઇ સાંધ, રઝીયાબેન જાવીદભાઇ મિયાણા, હીનાબેન મગનભાઇ ગોહેલ, જનકબેન ત્રિકમભાઈ સોલંકી, નયનાબેન શાંતિલાલ વાઢેર અને ભાવનાબેન અજયભાઇ સેંજરીયા નામની સાત મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.હાલમાં આ સમગ્ર કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર મનહરસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.પોલીસ દ્વારા આ મહિલાઓની પુછપરછ કરવામાં આવી હતી પરંતુ તેઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
